સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Uncategorized

અમરેલીના લીલીયામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ગાજ-વીજ સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. મંગળવારે સાવરકુંડલા-લાઠીમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભાવનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ભાવનગરના ભરતનગર, કાળિયાબીડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે વરસાદી માહોલના કારણે અમરેલી અને ભાવનગર જિલ્લામાં લોકોને ગરમીથી રાહત મળી હતી.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં સતત બીજા દિવસે વરસ્યો વરસાદ

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે અનેક જિલ્લામાં મેઘ મહેર થતા લોકોને ગરમીથી હાલ રાહત મળી છે. ગઈ કાલે ભાવનગર અને અમરેલી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. તેમજ સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સાવરકુંડલામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સતત બીજા દિવસે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે.

દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં અતિ સામાન્ય વરસાદની આગાહી છે. જેમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી હેઠળ હાલ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. જ્યાં સામાન્ય વરસાદની આગાહી છે ત્યાં તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.