સપના ચૌધરીએ કેમ તેના દીકરાનું નામ ‘પોરસ’ રાખ્યું

BOLLYWOOD

હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ તેના દીકરાના પહેલા જન્મ પર તેના પુત્રનું નામ જાહેર કર્યું હતું. સોશિયલ મીડિયા પર દીકરાની તસવીર શેર કરતી વખતે સપનાએ તેનું નામ પણ જણાવ્યું હતું. જેને લઇને અભિનેત્રી કરીના કપૂર ટ્રોલ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે કરીના કપૂરે તેના દીકરાનું ઐતિહાસિક નામ ‘તૈમુર’ રાખ્યું હતું.

સપનાએ ઓક્ટોબર 2020 માં પુત્રને જન્મ આપ્યો અને હવે જ્યારે તે એક વર્ષનો થયો ત્યારે સપનાએ તેના નામ વિશે સમગ્ર વિશ્વને જણાવ્યું હતું. સપનાએ તેના દીકરાના પહેલા જન્મદિવસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરાનો વીડિયો શેર કર્યો અને તેનું નામ જણાવ્યું. આ વીડિયોની સાથે સપનાએ એક ખૂબ જ સુંદર મેસેજ પણ લખ્યો હતો. સપના ચૌધરીએ તેના પુત્રનું નામ ‘પોરસ’ રાખ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર વિડીયોની સાથે સપનાએ લખ્યું – મારા અને મારા પ્રિયજનો તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ, મારા શેર.

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary)

પોરસ નામનો અર્થ શક્તિશાળી અને મજબૂત છે. પોરસ નામ ભારતના ઇતિહાસમાં ખૂબ મહત્વ ધરાવે છે. પોરસ એક લોકપ્રિય ભારતીય રાજાનું નામ હતું. તેમનું સાચું નામ પુરૂષોત્તમ હતું. ઋગ્વેદમાં ઉલ્લેખ છે કે તે પુરુ જાતિથી હતા.

પોરસ પંજાબ પર શાસન કરતા હતા અને તેમણે પોતાનું સામ્રાજ્ય ઝેલમ અને ચિનાબ નદી સુધી ફેલાવ્યું હતું. તેમણે સૈન્યને સૌથી વધુ કુશળતા શીખવી. એલેક્ઝાંડર માટે પણ પોરસને હરાવવાનું મુશ્કેલ થઇ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *