સંતાન પ્રાપ્તીની માટે પરિણીતા સારવાર માટે પહોંચી, ડોક્ટરે કહ્યું તમામ વસ્ત્રો ઉતારી માત્ર પાનેતરમાં આવો અને…

Uncategorized

કોડીનારમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. જ્યાં એક પરિણીતાએ પોતાને સંતાન નહી થઇ રહ્યા હોવાનાં કારણે ડોક્ટર પાસે ગઇ હતી. જો કે ડોક્ટરે સારવાર કરવાનાં બદલે બળજબરી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ મુદ્દે મહિલાએ હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનાં લગ્ન 3 વર્ષ અગાઉ થયા હતા. જો કે અનેક પ્રયત્નો છતા પણ તેને સંતાન નહોતા થઇ રહ્યા. જેના કારણે તેણે ડોક્ટર પાસે સારવાર લેવાનું નક્કી કર્યું હતું.

પરિણીતાએ ડોક્ટરની દવા લીધી તો પહેલા 10 દિવસની દવા આપી હતી. 10 દિવસ બાદ દેખાડી જવા માટે જણાવ્યું હતું. જો કે ફરી મહિલા દેખાડવા ગઇ ત્યારે તેણે જણાવ્યું કે, કોઇએ તમારા પર ટુચકો કર્યો છે. તેના કારણેત મારે બાળક નથી રહેતું. તેમ કહીને ગોળ ગોળ વાતો કરીને મહિલાને ભરમાવી હતી. આ ઉપરાંત મહિલાને પાનેતર તથા લીંબુ સહિતની કેટલીક વસ્તુઓ આપી હતી. જેના કારણે પરિણીતાને વિશ્વાસ બેસતા તેણે સારવાર ચાલુ રાખી હતી.

સાસુ અને પરિણીતા ફરી એકવાર ડોક્ટરને દેખાડવા માટે પહોંચ્યા તો ડોક્ટરે સાસુને બહાર બેસાડીને પરિણીતાને અંદર ચેકઅપ માટે લઇ ગયા હતા. જ્યાં અંદર ગયા બાદ તેણે કહ્યું કે, તમારી વિધિ કરવી પડશે અને તે માટે તમારે માત્ર પાનેતર પહેરવું પડશે તેમ જણાવ્યું હતું. જેથી પરિણીતા પણ ડોક્ટરની વાતોમાં આવીને તમામ કપડા ઉતારીને માત્ર પાનેતર પહેરી રહી હતી.

ત્યારે જ ડોક્ટરે પાછળથી આવી જઇને જબરદસ્તી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સાસુ બહાર જ બેસી રહી હતી અને અંદર વહુ સાથે બળજબરી થઇ રહી હતી. જો કે તત્કાલ મહિલાએ પોલીસ અને તેના પરિવારને જાણ કરી હતી. પોલીસ ફરિયાદ દાખલ થતા હાલ પોલીસે આરોપી ડોક્ટર સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.