ઈ.સ.1949થી વડોદરામાં શરુ થયેલાં સંસ્કૃત ભાષાના ગરબાનો પણ અનેરો ઈતિહાસ

GUJARAT

ગરબો ગુજરાતની સાંસ્કૃતિક અભિવ્યક્તિ છે. કારણ કે, ગરબો મૂળે ગુજરાતી ભાષાની જ રચના છે. પરંતુ ઈ.સ.1949માં સંસ્કૃત વિદ્વત સભા દ્વારા વડોદરામાં સૌ પ્રથમ વાર સંસ્કૃત ભાષામાં ગરબાની રચના કરાઈ હતી. ત્યારથી સંસ્કૃતના વિદ્વાનો દ્વારા નવરાત્રીમાં શેરી અને પોળોમાં સંસ્કૃત ભાષામાં ગરબાનું આયોજન કરાતું હતું.

પછીથી સંસ્કૃત ભાષાનું વર્ચસ્વ ક્યાંકને ક્યાંક ખોરવાઈ જતાં આ પંરપરામાં અંતરાલ આવ્યો હતો. પરંતુ શહેરની દેવસાયુજ્ય્ સંસ્કૃત પ્રતિષ્ઠાનમ્ સંસ્થા દ્વારા વર્ષ 2008થી પુનઃ સંસ્કૃત ભાષામાં ગરબા ગાવાની પરંપરા શરુ કરવામાં આવી છે. જે આજે પણ અકબંધ છે.

જે વિશે સંસ્થાના પ્રમુખ ડો.પ્રૂફુલ પુરોહિતે કહ્યું હતું કે, અમારી સંસ્થા સંસ્કૃત ભાષાનું સંવર્ધન અને તેનાં મૂલ્યો જાળવી રાખવા અંતર્ગત વર્ષ દરમિયાન ઘણાં કાર્યક્રમોનું આયોજન કરે છે. જેમાં અમારી સંસ્થાના સભ્યો સંસ્કૃત ભાષામાં વાત કરી દરરોજ સોશિયલ મીડીયાના માધ્યમથી સંસ્કૃત ભાષાનો એક નવો શબ્દ શીખે છે અને તેનું પ્રયોજન રોજિંદા વ્યવહારમાં કરે છે.

વળી અમે દર વર્ષે સંસ્કૃત ગરબા પ્રતિયોગિતાનું આયોજન પણ કરીએ છે. જેમાં સંસ્કૃત ભાષામાં રચાયેલાં ગરબાંની તાલે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે છે. જો કે, છેલ્લાં બે વર્ષથી કોવિડના કારણે અમે ઓનલાઈન ગરબા પ્રતિયોગિતાનું આયોજન કરીએ છે. આ વર્ષે પણ સ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખી ઓનલાઈન પ્રતિયોગિતાનું આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *