આજકાલની જે રીતની જીવનશૈલી છે તે જોતા ખાવા-પીવાની પુરતી કાળજી રાખવી ખુબજ જરૂરી છે. ખાવા-પીવાની સીધી અસર સેક્સ પર પડે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું સેવન કરવાથી સેક્સ કરવા પર ખરાબ અસર પડે છે. કેટલીક વસ્તુઓ એવી છે જેને ખાઈ લીધા પછી સેક્સ કરવાની ઇચ્છા જ ગાયબ થઈ જાય છે.
વધારે પડતું નમકીન ખાવું
ફ્રેન્ચ ફ્રાઈઝ, પોપકોર્ન, કાચરી જેવી વસ્તુઓ જેમાં ભરપુર માત્રામાં નમક હોય છે તે ખાવું નહી. નમકની વધારે માત્રા બ્લડ સર્ક્યુલેશન પર અસર કરે છે.
કોફી
આપણા શરીરમાં હોર્મોન હોય છે કોર્ટિસોલ જે આપણું સ્ટ્રેસ લેવલ વધારે છે. કોફીમાં રહેલ કેફીન હોર્મોન વધારે છે. કેફીન કામોતેજનાને ઓછી કરી દે છે. ખાવામાં કોફી પીવાની વસ્તુઓ છોડી દો.
આલ્કોહોલ
કેટલાક લોકોને લાગે છે કે બીયર કે વાઈન પીવાથી તમારો પાર્ટનર રોમાન્ટિક થઈ જશે. એવુ જરૂરી નથી. બીયર અને વાઈન શરીરમાં મેલાટોનિન વધારે છે જે સ્લીપ હોર્મોન છે.
સોયા
પુરૂષ હોય કે મહિલા સેક્સના સમયે બંનેના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ સારૂ હોવું જરૂરી છે. સોયા શરીરમાં હોર્મોન્સને અસંતુલિત કરી નાંખે છે. મેડિકલ રિસર્ચ જણાવે છે કે જો એક પુરૂષ એક દિવસમાં 120 મિલીગ્રામથી વધારે સોયાનું સેવન કરે તો તેને ટેસ્ટોસ્ટેરોન લેવલ ઓછું થાય છે. આથી સેક્સ પહેલા આને ખાવું ન જોઈએ.
ગેસ વધે તેવી શાકભાજી
કેટલીક વાર ખોટા ખાવા પીવાની આદતને કારણે પેટમાં દર્દ, ગેસ જેવી સમસ્યાઓ સેક્સમાં મુશ્કેલી સર્જે છે. બ્રોકોલી, ફુલગોબી, ફણગાવેલ કઠોળ જેવા શાકમાંથી મિથેન ઉત્પન્ન થાય છે. જો આ શાકભાજી ખાવી હોય તો તેને કાચી ન ખાવી જેથી ગેસની ઉત્પતિ ન થાય.