સમાગમ બાદ કેટલા સમય પછી અને કેટલા અંતરે ગર્ભનિરોધક ગોળી ખાવી જોઇએ? ગર્ભનિરોધક ગોળી ખાવાથી શું ૧૦૦ ટકા ગર્ભ નથી રહેતો?

social

પ્રશ્ન : મારી દીકરી 18 વર્ષની છે. તેને કિડનીના સ્ટોનની સમસ્યા છે. હાલમાં તેની દવા ચાલી રહી છે પણ તેણે પોતાના આહારમાં શું ધ્યાન રાખવું જોઇએ? એક મહિલા (વડોદરા)

ઉત્તર : કિડનીમાં સ્ટોન હોવો એક સામાન્ય બીમારી છે. આ સંજોગોમાં કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા થાય ત્યારે ખાવા-પીવામાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. જો કિડનીમાં પથરી હોય તો કોલ્ડડ્રિંક્સથી દૂર રહેવું જોઈએ. વધારે પડતી ચા અને કોફી પીવાનું પણ બંધ કરીને મીઠું ઓછું હોય તેવો ખોરાક લેવો જોઈએ. રોજબરોજનાં જીવનમાં ટામેટાનો રસ, ડબ્બામાં બંધ હોય તેવું ફૂડ, ચાઈનીઝ અને મેક્સિકન ફૂડ ટાળવું કારણકે તેમાં મીઠું વધુ હોય છે.

આવું ભોજન લેવાથી તબિયતને નુકસાન પહોંચી શકે છે. આ સિવાય વિટામિન-સી અને ઓક્સાલેટવાળી ચીજવસ્તુઓથી દૂર રહેવું જોઈએ. પાલક, ટામેટાં અને ચોકલેટમાં ઓક્સાલેટ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય ચોકલેટ, નટ્સ અને કાર્બોનેટેડ ડ્રિંક્સ જેવા હાઈ ફોસ્ફોરસ (Phosphorus)વાળા પદાર્થ તેમજ દૂધ અને દહીંમાંથી બનેલા પદાર્થ જેવા કે દહીં, પનીર, માખણ, ફાસ્ટ ફૂડ, નૂડલ્સ, તળેલું ફૂડ, જંક ફૂડ, ચિપ્સ ખાવી જોઈએ નહીં. જો કિડની સ્ટોનની સમસ્યા હોય તો દિવસમાં ઓછામાં ઓછું 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આ સિવાય લીંબુ, સંતરા અને દ્રાક્ષ જેવાં ખાટાં ફળો ખાઈ શકાય.

પ્રશ્ન : સમાગમ બાદ કેટલા સમય પછી અને કેટલા અંતરે ગર્ભનિરોધક ગોળી ખાવી જોઇએ? ગર્ભનિરોધક ગોળી ખાવાથી શું ૧૦૦ ટકા ગર્ભ નથી રહેતો? ક્યા પ્રકારની ગોળી શારીરિક રીતે હિતાવહ છે? આ ગોળીથી શું નુકસાન થાય? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : આપ જે ગોળીની વાત કરો છો તેને ઇમરજન્સી ગર્ભ નિરોધક ગોળી કહેવામાં આવે છે. આ ગોળી ડોક્ટરની સલાહ બાદ સમાગમના બોતેર કલાકની અંદર લેવાની હોય છે. આ ગોળી રોિંજદી લેવી ના જોઇએ. આ માત્ર ઇમરજન્સી માટે જ છે. આ ગોળી બાદ ઘણી સ્ત્રીઓમાં માસિક અનિયમિત થતું જોવા મળેલું છે. આ ગોળી નિયત સમયની અંદર લેવાથી મોટેભાગે ગર્ભ રહેતો નથી.

પરંતુ સૌથી ઉત્તમ રસ્તો દરરોજ લેવાવાળી ગર્ભનિરોધક ગોળી અથવા નિરોધ છે. આનાથી શરીરમાં ભાગ્યે જ આડઅસ્ર થાય છે. બાળક થયેલું હોય તો ‘કોપર-ટી’ પણ સારો વિકલ્પ છે. બાકી આવી ઇમરજન્સી ગર્ભનિરોધક ગોળીઓ અને ત્યાં સુધી નિયમિત ન લેવી જોઇએ તમે તમારા માટે યોગ્ય વિકલ્પની પસંદગી કરવા માટે ગાયનેકોલોજિસ્ટની સલાહ લઇ શકો છો. એ તમને તમામ વિગતો સારી રીતે સમજાવાશે અને તમારી મૂંઝવણ દૂર થઇ જશે.

Leave a Reply

Your email address will not be published.