સમાગમ બાદ મને પીઠમાં ખુબજ દુખાવો થાય છે,શું હું ગર્ભ નિરોધક લવ છું એટલે એવું થતું હશે ??

Uncategorized

મારી વય ૨૪ વર્ષની છે. મારા લગ્ન થયે એક વર્ષ વીતી ગયું છે. લગ્ન પછી હું ગર્ભ નિયોજનની ગોળીઓ લઉં છું. હમણા કેટલાક સમયથી સંભોગ બાદ મને પીઠના નીચેના ભાગમાં દુ:ખાવો થાય છે. કેટલીકવાર આ દુ:ખાવો એક બાજુથી બીજી બાજુ ફરતો હોય તેવું લાગે છે. આ દુ:ખાવો દૂર કરવા શું કરવું?
એક યુવતી (અમદાવાદ)

સ્નાયુના ફાઇબર્સ સ્ટ્રેચ થવાને કારણે કદાચ આ દુ:ખાવો થઇ શકે છે. શરીર પર વધુ પડતું વજન આવવાને કારણે પણ આમ થઇ શકે છે. ગરમ પાણીથી સ્નાન તેમજ મસાજ કે ફિઝિયોથેરપી ઉપયોગી થઇ પડશે, પરંતુ આ માટે તમારે કોઇ કુશળ ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે.

હું સપ્તાહમાં ત્રણવાર સ્વિમિંગ કરું છું. પરંતુ મને સ્વિમિંગ ગ્લાસીસ પહેરવાની આદત નથી શું પાણીનું ક્લોરિન મારી આંખોને નુકસાન કરી શકે છે?
એક યુવાન (મુંબઇ)

સ્વિમિંગ પુલમાં ચશ્મા પહેરવા જરૂરી છે. આને કારણે પાણીમાંની અશુધ્ધિઓથી આંખને નુકસાન થતું અટકે છે. ક્લોરિનને કારણે આંખો લાલ થાય છે, ખંજવાળ આવે છે અથવા દુ:ખાવો થાય છે.

મારી ઉંમર ૧૬ વર્ષની છે. છેલ્લા કેટલાક વખતથી મારું માસિક અનિયમિત થઇ ગયું છે. હાલમાં તો મને ૧૫-૧૫ દિવસે માસિક આવે છે. આને કારણે મને નબળાઇ પણ ઘણી લાગે છે. તેમ જ માથુ પણ દુ:ખે છે. યોગ્ય ઉપચાર જણાવવા વિનંતી.
એક કન્યા (વડોદરા)

આને લીધે તમને એનિમિયા (રક્તની ઉણપ) થઇ શકે છે. માસિક ધર્મને કારણે શરીરમાંથી બહાર ફેંકાયેલા રક્તની જગ્યાએ અમુક પ્રમાણમાં નવું રક્ત બની જાય છે. પરંતુ વધુ પડતું રક્ત વહી જવાને કારણે રક્તની ઉણપ સર્જાય છે. આને કારણે ફિક્કાશ આવી જાય છે તેમ જ નબળાઇ પણ આવી શકે છે. તમારે તાબડતોબ ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published.