સલમાનની એક ભૂલની સજા મળી ઐશ્વર્યા રાયને, શાહરૂખ ખાન સાથે આજીવન સંબંધ વણસ્યા

BOLLYWOOD

હિન્દી સિનેમાના કેટલાક કિસ્સા એવા છે જે કાયમી યાદગાર બની ગયા છે. આઓ જ એક બહુ જ ચર્ચામાં રહેલો કિસ્સો એટલે ઐશ્વર્યા શાહરૂખ અને સલમાનની તકરારનો કિસ્સો છે. હમ દિલ દે ચુકે સનમની લોકપ્રિયતા પછી ઐશ્વર્યાની ફિલ્મો બહુ ચાલતી ન હતી અને એક પછી એક ફ્લોપ થઈ રહી હતી.

દેવદાસમાં શાહરૂખ સાથેની જોડી જોતા લોકોને થયુ કે હવે આ જોડી જામશે. બધુ જ ઠીકઠાક ચાલતુ હતુ અચાનક સલમાન ખાન વચ્ચે આવી જતા બાજી બગડી ગઈ.

શાહરૂખ ખાન, જૂહી ચાવલા અને અઝીઝ મિર્ઝાની પાર્ટનરશીપ વાળી કંપની ડ્રીમ્ઝ અનલિમિટેડની છેલ્લી ફિલ્મ ચલતે ચલતેના સેટ પર એક ઘટના બની ત્યારબાદ બધુ વીખેરાઈ ગયુ. અઝીઝ મિર્ઝાએ ઐશ્વર્યા સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યુ. એક દીવસ અચાનક સેટ પર સલમાને બબાલ કરી ભારે ધમાલ થઈ. શાહરૂખ અને સલમાન વચ્ચે તુ તુ મૈ મૈ થયુ. સલમાન અને ઐશ્વર્યાની તકરાર જાહેરમાં સામે આવી. શુટીંગ અડધુ મુકી ઐશ્વર્યા સલમાન સાથે નીકળી પડી જેનાથી શાહરૂખને ભારે ગુસ્સો આવ્યો.

શાહરૂખે કાજોલને ફિલ્મની ઓફર કરી તેણે ના પાડી દીધી આ ફિલ્મ રાનીને ઓફર કરવામાં આવી. રાની મુખર્જી સલમાનને ના ન પડા શકી અને આ ફિલ્મ કરવા તૈયાર થઈ ગઈ.

શાહરૂખે ચલતે ચલતે ફિલ્મમાંથી જ ઐશ્વર્યાને ન કાઢી પણ યશ ચોપડાની ફિલ્મ વીર ઝારામાંથી પણ બહાર કાઢી. શાહરૂખે એશ સાથે કોઈ કામ ન કરવાનો નિર્ણય કર્યો. ઐશ્વર્યાને લાગ્યુ કે તેની કોઇ ભૂલ ન હતી છતા તેને સજા મળી. શાહરૂખે સમય જતા પોતાની ભૂલ સ્વીકારી જાહેરમાં માફી પણ માંગી લીધી કેમકે આ એશની અંગત જિંદગી હતી અને જેની અસર તેની પ્રોફેશનલ લાઇફ પર પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *