અશ્લિલ સાઇટ એક છોકરો અને 300 છોકરીઓ, ખુલાસો જાણીને પોલીસ પણ ચડી ગઇ ચકરાવે

nation

સોશિયલ મીડિયાના હાલના સમયમાં દરેક યુવક કે યુવતીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપનો વપરાશ કરતાં હોય છે. દરેક યુવાનો કે યુવતીઓ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની ગતીવીધીઓ શેર કરતાં હોય છે. પરંતુ હૈદરાબાદના એક શાતિર અપરાધીએ સોશિયલ મીડિયાને હથીયાર બનાવી એક બે નહીં પરંતુ 300 યુવતીઓને તેમનો શિકાર બનાવી.

હૈદરાબાદ પોલીસની સાયબર વિંગે આ મામલે એક 25 વર્ષના યુવાનની ધરપકડ કરી છે. આ યુવાન સામે 300 યુવતીઓ સામે છેતરપીંડી અને તેઓના ફોટા અશ્લિલ સાઇટ પર અપલોડ કરી તેઓ પાસેથી પૈસા વસુલીને તેમને બ્લેકમેઇલ કરવાનો આરોપ લાગ્યો છે.

વિશાખાપટ્ટનમનો રહેવાસી એવો આ યુવક સોશિયલ મીડિયાના ઉપયોગ થકી સહેલાયથી યુવતીઓને તેમનો શિકાર બનાવતો હતો. મોબાઇલની દુકાન પર કામ કરતો વિનોદ પહેલા તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન, વોટ્સઅપ અને ડેટીંગ એપના માધ્યમથી યુવતીઓના ફોટા એકત્ર કરતો હતો અને પછી તેને અશ્લિલ સાઇટ પર મોબાઇલ નંબર સાથે અપલોડ કરી દેતો હતો. બાદમાં આ શાતિર અપરાધી આ જ યુવતીઓનો સંપર્ક કરતો હતો અને જાણકારી આપતો હતો કે કોઇએ તેમના ફોટો અશ્લિલ સાઇટ પર અપલોડ કર્યા છે પરંતુ મોટી કંપનીનો સોફ્ટવેર સિક્યોરીટી એન્જિનીયર હોવાથી આ ફોટાઓને હટાવી શકું તેમ છું. આવું કહી આ અપરાધી યુવતીઓ પાસે આવું કરવાના બદલામાં પૈસાની માંગ કરતો હતો.

એક યુવતીએ તો આરોપીને વેબસાઇટ પરથી તેમનો ફોટો હટાવવા માટે ચાર મહિના સુધી 10-10 હજાર રૂપિયા ચુકવ્યા પણ ખરા. જો કે તેને બાદમાં ખબર પડી ગઇ હતી કે તે જેને સોફ્ટવેર એન્જિનીયર સમજી રહી છે તે યોગ્ય વ્યક્તિ નથી. એસીપી રધુવીરના જણાવ્યા મુજબ આ મહિલાએ યુવાનને પૈસા આપવાનું બંધ કરતાંની સાથે જ સંખ્યાબંધ સાઇટ અને એપ પર તેમના ફોટો દેખાવા માંડ્યા. પીડિત યુવતીએ આ મામલાની ફરીયાદ સાયબર સેલને કરી બાદમાં આરોપી વિનોદની ધરપકડ કરવામાં આવી.

તપાસ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું કે આરોપી કોઇપણ પ્રકારના આઇ ડી પ્રુફ વગર સિમ કાર્ડ ખરીદતો હતો. પછી તે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીઓનો ફોટો અને ફોન નંબર એકત્ર કરતો હતો. રેન્ડમ નંબર ડાયલ કરી ટ્રુ કોલરના માધ્યમથી તે યુવતીઓની ઓળખ કરી લેતો હતો અને પછી તેમને તેમનો શિકાર બનાવતો હતો.

તપાસ દરમ્યાન એ વાત પણ સામે આવી કે આરોપી વિનોદ યુવતીઓને સેક્સ ચેટ કરવા માટે પણ મજબુર કરતો હતો અને જો યુવતી એવું ન કરે તો તેઓના ફોટા સાર્વજનીક કરી દેવાની ધમકી આપતો હતો. જે યુવતીઓ આ આરોપીની ઓફરને માની લેતી હતી તેમના ફોટા તે હટાવી દેતો હતો અને બદલામાં મસમોટી રકમ વસુલતો હતો. શાતિર અપરાધીની ડિમાન્ડ કોઇ યુવતી પુરી કરી દે તો તે આ માટે વાપરેલા નંબર અને ઇ મેઇલ આઇડીને બંધ કરી દેતો હતો જેથી કોઇ તેમને પકડી શકે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *