સાંઈ બાબાને પ્રસન્ન કરવા માટે ગુરૂવારે કરો આ શુભ કામ

GUJARAT

સાંઈબાબાએ પોતાના જીવનકાળમાં અનેક ચમત્કાર કર્યા છે. જેના પરથી તેઓને લોકો તેમને ઈશ્વરનો અવતાર માની પૂજી રહ્યા છે. સાંઈબાબાને દરેક ધર્મના લોકો પૂજનીય માને છે અને તેમના દરબારમાં નકમસ્તક થાય છે. તેઓ પણ દરેક વ્યક્તિના દુ:ખને દૂર કરી દે છે. સાંઈબાબાએ તેમના ભક્તોને સુખી થવા માટે શ્રદ્ધા અને ધીરજનો ગુરુમંત્ર આપ્યો છે.

સુખ, સંપત્તિ અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ માટે ભક્તોએ ગુરુવારે સાંઈ મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ. આ ઉપરાંત સાંઈબાબાને પીળા ફુલ ધરાવવા. દર્શન કર્યા બાદ ઘરે પરત ફરી ઘરના મંદિરમાં ઘીનો દીવો કરવો અને તેમની પૂજા પીળા કપડાં પહેરીને કરવી.

સાંઈને પ્રસન્ન કરવા ભક્તો ગુરુવારનું વ્રત પણ કરે છે.
માનવામાં આવે છે અને ભક્તો અનુભવ પણ કરે છે કે
ગુરુવારે સાંઈ પૂજા કરવાથી મનના દરેક મનોરથ પૂર્ણ થઈ જાય છે.

પૂજા કર્યા પછી ગરીબોમાં કેળાનું દાન કરવું. સાંઈબાબાને ગોળ અને ચણાનો ભોગ લગાવવો અને સાંઈ ચરિત્રનો પાઠ કરવો. આ ઉપાય દર ગુરુવારે શ્રદ્ધાથી કરવો, સાંઈકૃપાનો અનુભવ તમને પણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *