સગીરાનો કપડા બદલતો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નરાધમે વિચિત્ર માંગણી કરી

GUJARAT

અમદાવાદ શહેરમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉભા થયા છે. નિકોલમાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ બાદ કૃષ્ણનગર પોલીસ મથકે વધુ એક સગીરાની છેડતીની ફરિયાદ નોધાઇ છે. સગીરાનો કપડા બદલતો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કૃષ્ણનગર પોલીસ મથકે છેડતીના ગુનામાં સંડોવાયેલ આરોપી રચિત જોષીની ધરપકડ કરી છે. આરોપી સગીરાની પાડોશમા રહેતો હતો અને સગીરાની છેડતી કરતો હતો. આરોપી સગીરાને બ્લેકમેલ કરતો અને ધમકી આપતો હતો કે, તારો કપડા બદલતો વીડિયો મારી પાસે છે. તુ સંબંધ નહી રાખે તો વાયરલ કરી દઈશ. ઉપરાંત સગીરાએ જ્યારે આરોપીને વોટ્સએપ પર બ્લોક કર્યો ત્યારે પણ ધમકી આપી અનબ્લોક કરાવ્યો હતો.

આરોપી રચિતની ધરપકડ કરતા સામે આવ્યુ કે, તેણે સગીરાનો વીડિયો અને મોબાઈલમા થયેલી ચેટ ડિલીટ કરી દીધી છે. પરંતુ પોલીસે મોબાઈલ એફએસએલમાં મોકલી આપ્યો છે. જેથી પુરાવા એકઠા કરી શકાય. ઉપરાંત આરોપીએ વીડિયો કેવી રીતે મેળવ્યો અને સગીરાને બ્લેકમેઈલ કરવા પાછળ અન્ય કોઈ હેતુ હતો કે કેમ તે અંગે તપાસ હાથ ઘરી છે.

આરોપી રચિતની ધરપકડ બાદ તપાસ કરતા તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનુ સામે આવ્યુ છે. ઉપરાંત રચિતે સગીરાને જે બિભત્સ મેસેજ અને વીડિયો મોકલ્યા હતા. તે પણ પોલીસે કબ્જે કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.