સડસડાટ ઘટાડવું છે વજન તો કરો માત્ર આ 3 આસન

helth tips

યોગ એક પ્રાચીન અભ્યાસ પ્રક્રિયા છે જેનાથી કેટલાક પ્રકારની શારીરિક સમસ્યાઓ અને બીમારીઓથી છૂટકારો મેળવી શકાય છે. વજન ઓછું કરવા માટે પણ યોગમાં તમામ આસન રહેલા છે. શરીરમાં લચીલાપન, સ્ફૂર્તિ અને તાકાતવધારવા માટે યોગ કરવામાં આવે છે. સ્થૂળતાને ઓછી કરવા માટે તમે દરેક ઉપાય અજમાવી લીધો છે છતા પણ કોઇ લાભ મળ્યા નથી તો તમે આ ત્રણ આસનનો ઉપયોગ કરી શકો છો. આ ત્રણ આસન નિયમિત રીતે કરવાથી ઝડપથી તમારું વજન ઓછું થઇ શકે છે.

અનુલોમ-વિલોમ પ્રાણાયમ
આ આસન કરવા માટે સૌ પ્રથમ સિદ્રાસન કે પદ્માસનમાં બેસી જાવ, હવે જમણા હાથને જમણા ઘુંટણથી આરામથી ટકાવી રાખો અને ડાબા હાથને અંગૂથાથી નાકના ડાબા છિદ્રથી બાધિત કરો. તે બાદ જમણા છિંદ્રથી ઉંડો શ્વાસ અંદર લો, હવે ડાબા છિદ્રને મુરક્ત કરો. અંદર લીધેલા શ્વાસને ડાબા છિદ્રથી બહાર નીકાળો. આ પ્રક્રિયાને ઓછામાં ઓછી 10-15 વખત કરો.

નૌકાસન
નૌકાસન કરવા માટે સૌ પ્રથમ આકાશ તરફ મોં કરીને પીઠના બળથી સીધા સૂઇ જાવ. હવે હાથને સીધા કમરથી સાથે રાખો અને તમારી હથેળીઓને જમીન પર રાખો. હવે ધીમે-ધીમે તમારી ગરદનને ઉપર તરફ લો. તે બાદ તમારા હાથને સીધા કરીને ગરદન તરફ ઉઠાવો. સાથે સાથે તે રીતે પગને ઉઠાવો અને એક નાવડી આકાર લો. આ મુદ્રામાં તમે આશરે 25-30 સેકન્ડ સુધી રહો. ત્યાર પછી ધીમે-ધીમે સામાન્ય મુદ્રામાં આવી જાવ, નૌકાસનને 2-3 વખત કરો.

બાલાસન
બાલાસન પણ સ્થૂળતા ઓછી કરવા માટે ખૂબ મદદગાર હોય છે. તેને કરવા માટે સૌથી પહેલા તમે જમીન પર આશન પાથરીને એડીના બળ બેસી જાવ. તે બાદ હાથ ઉપરની તરફ ઉઠાઇને તેની સાથે શ્વાસ છોડતા તમારા માથાને જમીન પર ટકાવી દો. સાથે જ હાથ અને પગને જોડે રાખો. તે બાદ તે પોઝમાં ત્રણ મિનિટ સુધી રહેવાની કોશિશ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *