સાળીએ હૉટલના રૂમમાં જીજા સાથે માણ્યું શરીર સુખ, બીજા દિવસે જીજાને બહેનપણીને હવાલે કરી

Uncategorized

મમતાએ માથાને ઝાટકો આપી માથા પરના બોજાને હલકો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની કાનપટ્ટીમાં હજુ પણ પીડા થતી હતી. અપમાન અને ક્રોધથી ભરેલું તેનું વ્યક્તિત્વ એક અજાણ્યા ઝંઝાવાતને સહન કરતું હતું. એફ.એમ.પરથી તેનો અવાજ જોર જોરથી પ્રસરી રહ્યો હતો, ”તમારા પતિને ખુશ કરવા માટે સુંદર વાળની સામ્રાજ્ઞાી બનો, સુરુચિ શેમ્પૂનો ઉપયોગ કરો.”

”ઓહ, જે પણ કરો તે પોતાના પતિ માટે કરો. શું તમારું કોઈ વ્યક્તિત્વ જ નહીં? સ્ત્રી તરીકે જન્મ લીધો એટલે આવું કરવાનું. પહેલાં પિતાને ખુશ કરો, પછી ભાઈઓને સહન કરો, છેલ્લે પતિના ચરણોમાં ધૂળ બની પડયા રહો.” મમતા દાંત ભીંસી બબડી.

આંગણામાં બેઠેલા પ્રથમ અને બાળકોના અવાજો આવતા હતા. મમતાનું મન કડવાશથી ભરાઈ ગયું. એક ક્ષણ પહેલાં જ પતિ તેને ખરું ખોટું સંભળાવી બાળકોની સામે જ તેનું અપમાન કરતો હતો એ અત્યારે કેટલો સહજ બની બાળકો સાથે હસીને વાતો કરે છે! અને બાળકો, તેઓ પણ માની સાથે પિતાનું ખરાબ વર્તન જોઈ સહેમી ગયાં હતાં, થોડી જ વારમાં તેઓ પણ પિતા સાથે હસવામાં મસ્ત બની ગયાં છે.

મમતાએ જરા ધૂ્રજીને બંને હાથોથી માથું પકડી લીધું. રહી રહીને અપમાનની વેદના તેના અંતરને પજવતી હતી. પ્રથમ સાથે ઝઘડા તો પહેલેથી જ થતા રહ્યા છે, પરંતુ ઘણીવાર ગરમાગરમી પછી વાત થાળે પડી જતી હતી. પણ આજની વાત કંઈક જુદી હતી. તેની સાથે દગો કરીને એના પર જે આરોપ પ્રથમે મૂક્યો, તે સહન કરવાની શક્તિ બહારનો હતો. આ જ દિવસ સુધી તે સમજતી રહી કે પ્રથમ ખરાબ મિજાજનો છે, ઘમંડી છે, પરંતુ આજે તેણે જે વાતનો ખુલાસો કર્યો એણે તો બધી જ મર્યાદાઓ તોડી નાખી. બધા જ સંબંધોને છેદી કાઢ્યા હતા. તેની પીઠ પાછળ તે કપટ કરતો રહ્યો, એક બેવડું જીવન જીવતો રહ્યો અને તે એકનિષ્ઠ બની તેની જબરજસ્તી માત્ર એટલા માટે સહન કરતી રહી કે સમય જતાં બધું ઠીક થઈ જશે. ક્યારેક તો તેની કદર કરશે.

તેના પડોશી, મિત્રો, સંબંધીઓ બધાં જ પ્રથમ પાસે મમતાની પ્રશંસા કરતાં થાકતાં નહોતા, ”અરે ભાઈ, કેટલી ટેલેન્ટેડ અને સુંદર પત્ની મળી છે. માનવું પડશે, બાળકોને પણ કાળજીપૂર્વક ઉછેર્યા છે. કેટલું સુંદર એ લખે છે. કેટલી સરસ રીતે રેડિયો પર ઉદ્ઘોષણા કરે છે, નાટકોમાં ભાગ લે છે. તેનો ચહેરો પણ ફિલ્મી કલાકારોથી વધુ લોકપ્રિય છે. આટઆટલું કરે છે અને ઘરને સંભાળે છે અને તને પણ ….. ઓલ ઈન વન જેવી છે.”

મમતા ત્યારે મનમાં હસી લેતી. બિચારો પ્રથમ, તે લોકોની આ પ્રશંસા સાંભળી માત્ર હસીને ચૂપ રહી જતો. જો તેનું ચાલે તો પ્રશંસા કરનારાને મમતાની સો ભૂલો ગણાવી એવું કહેત, ”એ જે કરે છે તે બધું મારા ટેકાથી કરે છે.”

આંગણામાંથી અવાજ સંભળાતો બંધ થઈ ગયો હતો. કદાચ પ્રથમ અને બાળકો બજારમાં ગયાં હતાં. ધૂ્રજતા પગ સાથે મમતા બેડ પાસે પહોેંચી અને ધમ્મ કરીને પડી. આ પહેલાં તો પ્રથમ સાથેના જે કંઈ ઝઘડા થયા હતા તે ઝઘડા પછી તે કાયમ કાગળ કલમ લઈને લખવા બેસી જતી હતી અને એક સુંદર વાર્તા, કવિતા કે લેખ લખીને ઊભી થતી હતી.

હળવી ક્ષણોમાં તે પ્રથમને કહેતી પણ ખરી,

”તને તો મારી સર્જનતાનું તમામ શ્રેય આપવું જોઈએ. જો તું મારી સાથે આવો વ્યવહાર ન કરતો હોત, તો કદાચ હું જીવનમાં કશું જ કરી શકી ન હોત. આજે પીડા તે મારી અંદર પેદા કરી છે ને, એ જ મને નિરંતર કશું કરતાં રહેવાનું બળ આપે છે. મારું જીવન જો શાંતિ અને આરામથી ભરેલું હોત તો હું પણ સુખી ઘરની ખાતીપીતી ગૃહિણી બનીને રહી ગઈ હોત.”

ત્યારે પ્રથમ ગર્વભેર હસીને એટલું કહેતો, ”અરે, અમારો આભાર માનો કે તને આટલી હોશિયાર બનાવી દીધી.”

મમતાની આંખમાંથી સતત આંસુની ધારા વહેવા લાગી. સૂતાં સૂતાં એ વિચારવા લાગી કે શું તે પ્રથમના અત્યાચારોનો વિરોધ ન કરી શકે? આખરે તેણે પોતે પત્ની અને એક મા હોવાની કઈ ફરજ નથી પૂરી કરી, જેની સજા પ્રથમ તેને આપી રહ્યો છે?

તે દિવસે કીર્તન પછી પંડિતજી કહેતા હતા કે આજે જે પણ સુખ કે દુ:ખ આપણે સહન કરીએ છીએ તે આપણા ગયા જન્મનું ફળ હોય છે. અર્થાત્ આ જીવનનાં સારાં કાર્યો આપણને જરા સરખાં પણ કામમાં આવતાં નથી? જ્યાં સુધી તેને યાદ છે, તેણે આજ દિન સુધી કોઈનું ખરાબ કર્યું નથી.

લગ્ન પછી જ્યારે તેણે આ ઘરમાં પગ મૂક્યો ત્યારે સાસુસસરા, નણંદ, દિયર, બધાંથી ઘર ભરેલું હતું. વહુ સુંદર અને સુશીલ છે એવી વાતો સગામાં, પડાશીઓમાં થતી રહેતી. સાસુસસરા પણ તેને પ્રેમથી બોલાવતા જ્યારે પ્રથમ… પ્રથમ એક એવો અક્કડ અને અભિમાની પતિ હતો જે તેની નાનામાં નાની વાતને લઈને તેના પર ગુસ્સો કરતો રહેતો હતો. તે તેનાથી રૂસણાં લેતો ત્યારે દરેક વખતે તેને નમવું પડતું. તે તેને પ્રેમથી મનાવી લેતી. તેના સાસુ ઘણીવાર કહેતાં, ”તે ઘણો બગડેલો છે. તેને સુધારવો એ હવે તારું કામ છે.”

તે હસી પડતી. કેટલીક બાબતોમાં તેણે પ્રથમને સીધો પણ કર્યો હતો. જેમ કે રસોઈ પસંદ ન પડે ત્યારે થાળીનો ઘા કરવો અથવા ઘરમાં કોઈની સાથે સીધી રીતે બોલવું નહીં. તેને પ્રેમથી સમજાવીને તો ક્યારેક લડીને તેની આ આદતો સુધારી હતી, પરંતુ તેની દારૂ પીવાની આદતને છોડાવી શકી નહોતી. હા, થોડી ઓછી જરૂર કરાવી હતી.

પછી એક એક કરીને, સ્વયં, શિપ્રા અને ચારુનો જન્મ થયો ત્યારે તે તેમાં પરોવાઈ ગઈ. નણંદોના લગ્ન થઈ ગયાં, દિયર નોકરી અંગે પરદેશ ચાલ્યો ગયો. સાસુસસરાનું મૃત્યુ થયું. એ પછી પ્રથમ ઘરનો વડીલ બની ગયો. ધીરે ધીરે વ્યવસાયમાં ઉન્નતિ કરતો કરતો તે મોટો વેપારી બની ગયો. તેનો બનાવટી ઝવેરાતનો બિઝનેસ ઘણો વિકસ્યો. જે ઘમંડ તે બહારનાં સાથે કરતો એ હવે કુટુંબ પર ઉતારવા લાગ્યો હતો.

‘ઉંમર થઈ ગઈ પણ તારામાં કોઈ વાતની સમજ આવી નહીં. આટલી સજા ન કર. હવે તું સોળ વરસની છોકરી નથી કંઈ સમજી?’ ‘ ન તો બાળકોનો બરાબર ઉછેર કર્યો છે અને ન તો ઘરને સારી રીતે રાખ્યું છે. બસ, રાતદિવસ કલમ હાથમાં લઈ કાગળ પર લીટા કર્યા કરે છે. તારા લખાણ વિશે કોઈ કશું પૂછે છે ખરું?’ આવાં વાક્યોેથી ઘવાતી મમતા ઘાયલ હરણીની જેમ મનમાં તરફડાટ અનુભવતી રહેતી. ધીરે ધીરે પોતાની કવિતા, વાર્તા, લેખ વગેરે લઈ તે છાપામેગેઝિનમાં પહોેંચી જતી. ધીરે ધીરે તેની રચના પ્રગટ થવા લાગી. લોકો પસંદ પણ કરવા લાગ્યા. તેની નવલકથા પર ચર્ચાસભા યોજાવા લાગી. ધીરે ધીરે તેની ઓળખ ઊભી થવા લાગી. લોકો તેને ‘મમતા પટેલ’ના નામથી ઓળખવા લાગ્યા. પ્રથમ પોતાના વ્યવસાય અને મિત્રોમાં એટલો વ્યસ્ત રહેતો કે તેને મમતાનાં કાર્ય અને વિકાસને જાણવાનો સમય નહોતો.

બાળકો મોટાં થયાં હતાં. મમતા પાસે હવે વધુ સમય રહેતો હતો. આથી તો વધુ કશું કરવાનું હતું પણ નહીં. ન તો બાળકોની પાસે એને માટે સમય હતો કે ન તો પ્રથમ પાસે. પોતાના જીવનની ગૂંગળામણને કાગળ ઉપર ઉતારી તે સ્ત્રીઓનાં પ્રશ્નો, મૂંઝવણો પર પોતાની આજુબાજુના પરિવારોના જીવન પર લખતી, ખૂબ જ લખતી. તેના પર જાણે લેખનનો નશો છવાઈ ગયો હતો. પ્રથમનો ગુસ્સો હવે તેના પર એટલી અસર પણ કરતો નહીં. લેખનના રૂપમાં તેને જાણે એક સાથીદાર મળી ગયો હતો. પોતાની કલમ દ્વારા તે પ્રથમ પર, સમાજ પર પ્રહાર કરતી અને વિજયનાદ સાથે આગળ વધતી હતી.

પ્રથમ સફળ વ્યવસાયી હતો. માત્ર પોતાને માટે. તે બાળકો પર વિચારી વિચારીને ખર્ચ કરતો, મમતા પૈસા માંગે ત્યારે સોેવાર વિચાર કરીને થોેડા પૈસા આપતો.

મમતા આત્મસન્માનને ગુમાવીને વારંવાર પૈસા માગતી પણ નહીં. લેખનમાંથી જે કંઈ થોડી કમાણી થાય તેનાથી ગુજારો કરવાનો પ્રયાસ કરતી. મજબૂરીમાં જ ક્યારેક તે લાંબો હાથ કરતી. મજબૂરીમાં ખરાબ વ્યવહારને કારણે તે દૂર જ રહેશે, બદલાશે નહીં. તેના સાસુ કહ્યા કરતાં, ”તે છે જ કંજૂસ, ઘણી મુશ્કેલી પછી પૈસા જોયા છે ને એટલે ખર્ચ કરવાથી પૈસા ખલાસ થઈ જશે એમ માની ડરી રહ્યો છે.”

આ મમતા, જે એક માસૂમ વહુ બની પટેલ પરિવારમાં આવી હતી ત્યારે તેને વાતચીત કરવાની ફાવટ પણ હતી નહીં. એ સમયે તે પતિની આશ્રિત હતી, પરંતુ આજે તે પોતાના પગ પર ઊભી હોવાનો દાવો કરી શકે છે, સમાજમાં જે સન્માન છે તે તેનાથી અભિમાન લઈ શકે છે.

પરંતુ જ્યારે પ્રથમ ગમે તેની સામે તેનું અપમાન કરતો હતો ત્યારે અપમાનથી તે ધુ્રજવા લાગતી હતી. નાની નાની વાતોેને કારણે તેના પર તે કટાક્ષ કરતો, તેની બૂરાઈ કરતો. એક દિવસ પ્રથમનો મિત્ર અને તેની પત્ની પણ કહેવા લાગી હતી, ”યાર, જો ટેબલ પર જરા અમથી ધૂળ રહી ગઈ છે તો એમાં શું થયું કે તુ આટલો ગુસ્સે થાય છે અને વળી અમારી સામે શા માટે…?”

”ના, મને આ ગંદકી જરા પણ ગમતી નથી. હું એટલો મોટોે બિઝનેસમેન છું અને મારા ઘરમાં આવું રહે તે મને પસંદ નથી અને કામ પણ શું છે આખો દિવસ?” પ્રથમે આંગળી ફેરવી ધૂળ બતાવતાં કહ્યું.

ત્યારે ખાનગીમાં મિત્રની પત્નીએ તેને કહ્યું હતું, ”રાકેશે તારા લખાણની વધુ પ્રશંસા કરી હતી કદાચ તે તેને પચી નહી હોય. તારી ઈર્ષા તો નથી કરતા ને?”

‘ઈર્ષા તો નથી કરતા ને….’ આ વાક્ય વારંવાર તેના મગજમાં ઘુમરાતું રહ્યું. કદાચ આ વાત સાચી છે એટલે જ તો ખાસ કરીને પ્રથમ બીજાની સામે તેનું અપમાન કરે છે. લખવાની ના તો કહી શકે તેમ નથી.

અને બાળકો, હવે પાંખ ફેલાવી ઊડવાની તૈયારીમાં છે. મા તરફ સહાનુભૂતિ તો છે, પરંતુ બાપથી ડરે પણ છે, તેને નારાજ પણ ન કરી શકે ને. પ્રથમ જો તેમને ખર્ચો આપવાનું બંધ કરે તો તેઓ શું કરે? મમતા તેમને સ્વાર્થી પણ નથી કહી શકતી. આખરે એ બિચારા કરે તો શું કરે? તે એટલું કમાતી નથી કે બાળકોનો ખર્ચ ઉપાડી શકે. સાથે તેણે પિતાનો અનાદર કરવાનું તો તેમને શીખવાડયું નથી. પોતાના મતભેદ માટે તે બાળકોને બગાડી પણ શકે તેમ નહોતી. ઉફ, કરવું તો હવે શું કરવું. આખરે પ્રેરણા સમજીને ક્યાં સુધી સહન કરવું. હવે તેનાથી સહન થતું નહોતું. અને વળી આજની આ વાતે કેવી રીતે પ્રથમે તેને ઉતારી પાડી હતી અને ઉપરથી વળી આ વાત…ના, આ વાત તેનાથી સહન નહીં થઈ શકે.

પ્રથમે આજે તેને ‘સ્થૂળ શરીરવાળી ફૂવડ ડોશી’ કહીને બોલાવી હતી. પોતાની સેક્રેટરી સરિતા પ્રત્યેના પ્રેમની કબૂલાત કરીને તેણે તેેને માટે પ્રશંસાના પુષ્પો વરસાવ્યાં હતાં. ત્યારે તે ભૂલી ગયો હતો કે આ બધી વાત તે તેની પત્નીને કહી રહ્યો હતો. મમતા જાણે પગથી માથા સુધી સળગી ઊઠી. તેના સરસ એવા કમનીય દેહને ભોગવી, તેની સુંદરતાનો રસાસ્વાદ ચાખી તેણે તેને નોકરડી જેવી બનાવી દીધી હતી અને આજે તે તેની સરખામણી ૨૦ વરસની એક છોકરી સાથે કરી રહ્યો હતો, જેની સાથે એને પ્રેમ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.