શનિ 29 એપ્રિલ 2022એ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. શનિના ગોચરની અસર 12 રાશિ પર થતી જોવા મળે છે. કેટલીક રાશિના લોકોને માટે શનિનું રાશિ પરિવર્તન આ વખતે રાહત લઈને આવ્યું છે. આ સાથે તે 2 રાશિને માટે મુશ્કેલી ભર્યું પણ સાબિત થશે. શનિના કુંભમાં પ્રવેશથી મીન રાશિ પર સાડા સાતી શરૂ થઈ છે તો સાથે ધન રાશિના જાતકોની સાડા સાતી ખતમ થઈ છે. પરંતુ 2 રાશિ એટલે કે કર્ક અને વૃશ્વિકને માટે મુશ્કેલ દિવસો શરૂ થયા છે, એટલું જ નહીં તે લાંબા સમય સુધી ચાલી શકે છે.
કર્ક
શનિ ગોચર થતાં જ કર્ક રાશિના લોકો પર ઢૈય્યા શરૂ કરશે. તે અઢી વર્ષ સુધી રહેશે. એટલે કે કર્ક રાશિના લોકો પર અઢી વર્ષ સુધી શનિની ખાસ નજર રહેશે. તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો અવસર આવી શકે છે. કરિયર- શિક્ષામાં પણ મુશ્કેલી આવી શકે છે. ધન હાનિના યોગ બનવાની સાથે ખર્ચા વધી શકે છે. કોઈ બીમારી આવી શકે છે. તો તમામ રીતે સાવધાની રાખવી.
વૃશ્વિક
શનિનો ગોચર વૃશ્વિક રાશિ પર શનિની ઢૈય્યા શરૂ કરી દેશે. જેના કારણે આવનારા અઢી વર્ષ આ રાશિને માટે મુશ્કેલ રહેશે. શનિની ઢૈય્યા અને સાડા સાતી ધન, હેલ્થ, સમ્માનનું નુકસાન કરાવી શકે છે. આ સિવાય પ્રગતિમાં બાધા આવી શકે છે અને સંબંધોમાં પણ સમસ્યાઓ આવી શકે છે. નાની વાતોમાં ગુસ્સો આવે તે શક્ય છે માટે ધીરજથી કામ લેવું જરૂરી છે.
કર્મોના અનુસાર ફળ આપે છે શનિ
જ્યોતિષમાં શનિને કર્મફળના દાતા માનવામાં આવે છે. શનિ કર્મોના અનુસાર ફળ આપે છે. જેના કારણે જેમના કર્મ સારા છે તેમની કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં હોય તો સાડા સાતી અને ઢૈય્યાની ખરાબ અસર થતી નથી, સાડા સાતી અને ઢૈય્યાના સમયે જાતકોએ પોતાના કર્મોનું ધ્યાન રાખવું. તેમને અસહાય, મહિલાઓ, વૃદ્ધોનું અપમાન કરવું નહીં. શક્ય તેટલી લોકોની મદદ કરવી.