રૂપાણી સરકારની જગતના તાતને મોટી ભેટ, ખેડૂતોને લોનના વ્યાજમાં આપી રાહત

Uncategorized

ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ કોરોનાના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો કિસાન હિતકારી નિર્ણય લીધો છે. ખેડૂતો માટે પાક ધિરાણભરપાઈ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.

રાજ્યના સહકારી ધિરાણ માળખાના ખેડૂતો માટેના રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર ચૂકવશે.

મુખ્યમંત્રી વિજયભાઈએ કોરોના સંકટના આ સમયે રાજ્યના ધરતી પુત્રોને આર્થિક રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. સી.એમ. વિજય રૂપાણીના આ કૃષિ હિતલક્ષી નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ 16.30 કરોડનો ખર્ચ ભોગવશે.

ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેડૂતે જે તારીખે કૃષિ ધિરાણ લીધું હોય તે એક વર્ષ પછીની એ જ તારીખે અથવા જે કોઈ કટ ઓફ ડેટ નક્કી થઈ હોય તે તારીખે, બંનેમાંથી જે વહેલી તારીખ હોય તે તારીખે ધિરાણ પરત કરવાનું રહે છે,

પરંતુ હવે રાજ્ય સરકારે 30મી જૂન સુધી ધિરાણ પરત કરવાની ખેડૂતોને રાહત કરી આપી છે, આ કારણે જે વધારાનું વ્યાજ સહકારી બેન્કો કે સંસ્થાઓને ચૂકવવાનું થશે તેનો ખર્ચ હવે રાજ્ય સરકાર ભોગવશે.

Leave a Reply

Your email address will not be published.