રોજના 121 રૂપિયા જમા કરી પુત્રીના ભવિષ્યને કરી દો સુરક્ષિત, લગ્ન સમયે LIC ઉઠાવશે ખર્ચ

GUJARAT

દેશની સરકારી અને સૌથી મોટી વીમા કંપની LICએ 65 વર્ષ પૂર્ણ કર્યા છે. 1 સપ્ટેમ્બર, 1956ના રોજ કેન્દ્ર સરકારે 5 કરોડના ખર્ચે આ કંપની શરૂ કરી હતી. આજે LIC સૌથી મોટી વીમા કંપની બની છે. જો તમે પણ તમારી પુત્રીના ભવિષ્ય વિશે ચિંતિત છો, તો પછી તમે LICની આ પોલિસી લઈ શકો છો.

આ પોલિસી LICએ માત્ર પુત્રીના લગ્ન માટે જ બનાવેલી છે. આ પોલિસીનું નામ છે કન્યાદાન યોજના.આ યોજનામાં તમે દરરોજ રૂ .121 મુજબ લગભગ 3600 રૂપિયાના માસિક પ્રીમિયમ પર આ પોલિસી ખરીદી શકો છો. જો કોઈ આના કરતા ઓછું પ્રીમિયમ અથવા તેનાથી વધુ પ્રીમિયમ ચૂકવવા માંગે છે તો આ યોજનામાં એ પણ શક્ય છે.

આ પોલિસીમાં જો તમે દિવસના 121 રૂપિયા પ્રમાણે જમા કરશો તો 25 વર્ષમાં તમને 27 લાખ રૂપિયા મળશે. આ સિવાય જો પોલિસી લીધા પછી મૃત્યુ થાય છે, તો પરિવારે આ પોલિસીનું પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં અને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. આ સિવાય 25 વર્ષ પૂરા થયા પછી પોલિસી નોમિનીને 27 લાખ રૂપિયા અલગથી મળશે.

આ પોલિસી આ ઉંમરે સુધી લઈ શકાશે
આ પોલિસી લેવા માટે પુત્રીની ઉંમર 1 વર્ષથી લઇને 30 વર્ષ સુધીની સમય મર્યાદા સુધીમાં લઇ શકાશે. આ પોલિસી 25 વર્ષ સુધી ગણાશે પરંતુ પ્રીમિયમ માત્ર 22 વર્ષ માટે ચૂકવવું પડશે. જે કે પ્રીમિયમનું ચુકવણુ પુત્રીની ઉંમર અનુસાર ભરવાનું રહેશે.

પોલિસીની વિગતો
પોલિસી 25 વર્ષ માટે લઈ શકાય છે. પ્રીમિયમ માત્ર 22 વર્ષ માટે ચૂકવવું પડશે. રોજના 121 રૂપિયા અથવા મહિનામાં લગભગ 3600 રૂપિયા. જો પોલિસી લીધા પછી મૃત્યુ થાય છે, તો પરિવારે આ પોલિસીનું પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. દર વર્ષે 1 લાખ રૂપિયા પણ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *