સામાન્ય રીતે દરેક વ્યક્તિએ કેળા રોજ ખાવા જોઇએ. તમને જણાવી દઇએ કે, સવારે નાસ્તામાં કેળા ખાવાથી એનર્જી વધે છે. જો કે આ પીળા રંગના ફળમાં થોડો લીલો રંગ હોય છે જેને સ્ટાર્ચ અને સ્વાસ્થ્ય કાર્બોહાઈડ્રેડનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. આવું પોષક તત્વોવાળું ફળ ખાવાથી તમને બપોર સુધી ભૂખ લાગતી નથી. આ ખાવાથી તમને પેટ ભરેલું ભરેલું લાગે છે.
કેળા સાથે ગરમ પાણી પીવું ફાયદાકારક
સવાર સવારમાં એક કેળા પર ગરમ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. અત્યાર સુધી ઘણાં સંશોધનો થયા છે જેમાં કેળાને બ્રેકફાસ્ટમાં લેવા માટેનું ઉત્તમ ફળ માનવામાં આવે છે. તો જોઈએ સવારે કેળા અને ગરમ પાણી પીવાથી કયા કયા ફાયદા થાય છે.
સવારમાં કેળા અને ગરમ પાણી પીવાથી પેટ ભરેલું લાગે છે. તમને કેલેરી અને સુગર લેવલ પ્રમાણમાં રાખીને એનર્જીનું સ્તર વધે છે.
કેળું સ્ટાર્ચથી ભરપૂર હોય છે, જેમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સની માત્રા બહુ જ ઓછી હોય છે અને સાથે તેમાં
ફાઈબરની માત્રા સારી હોય છે જેનાથી પાચનક્રિયા સારી બને છે.
આ શરીરને હાઈડ્રેડ કરીને ઓક્સિજનનું સ્તર વધારે છે.
આના સેવન પછી તમે તરોતાજા થયાનો અનુભવ કરો છો.