રોજ મહામૃત્યુંજય મંત્રના જાપથી થાય છે આ 7 મોટા લાભ

DHARMIK

ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રમાં તમામ સંકટનો નાશ કરવાની ક્ષમતા છે. મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી મોટાથી મોટા કષ્ટ, દુઃખ અને રોગ દૂર થાય છે. મહાકાળ પ્રભુ ભગવાન સિવથી તો સ્વયં કાળ પણ ડરે છે. પ્રભાવશાળી મહામૃત્યુંજય મંત્રના જાપથી અકાળ મૃત્યુ પણ દૂર થાય છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ શ્રાવણ મહિનામાં સૌથી વધારે પ્રભાવશાળી રહે છે. શ્રાવણમાં કોઈ પણ મહિનામાં આ જાપ કરવાથી અને ખાસ કરીને સોમવારે કરવાથી અપાર પુણ્ય મળે છે. મહામૃત્યુંજય મંત્ર 2 પ્રકારના હોય છે. એક લઘુ મહામૃત્યુંજય મંત્ર છે અને બીજો સંપૂર્ણ મહામૃત્યુંજય મંત્ર. જાણો બંનેની વિધિ અને લાભ વિશે પણ.

મહામૃત્યુંજય મંત્રથી થતા લાભ

ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ પર અકાળ મૃત્યુ યોગ છે તો તેને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. આ લાભદાયી હોઈ શકે છે.
જો તમે કોઈ રોગથી પીડાઓ છો અને રાહત મળી રહી નથી તો પણ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ગ્રહ દોષ કે ગ્રહોથી થનારી પીડા દૂર થઈ શકે છે.
મહામૃત્યુંજય મંત્ર પાપથી મુક્તિ માટે કરાય છે.
ધન હાનિથી બચવા, પ્રોપર્ટી કે જમીન જાયદાદથી સંબંધિત વિવાદમાં સફળતા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો.
પરિવારમાં અશાંતિનો માહોલ છે, ઘરના સભ્ય પરેશાન રહે છે, ગૃહ ક્લેશ રહે છે તો તેમના શમન માટે પણ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો.
કોઈને રાજ પક્ષથી સજાનો ડર સતાવી રહ્યો છે તો કોઈ અજાણ્યો ભય છે તો તેનાથી બચવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો.

મહામૃત્યુંજય મંત્ર
ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान्मृ त्योर्मुक्षीय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हौं ॐ.

લઘુ મહામૃત્યુંજય મંત્ર
ॐ जूं स माम् पालय पालय स: जूं ॐ.

મહામૃત્યુંજય મંત્રની જાપ વિધિ

મહામૃત્યુંજય મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરવો જોઈએ. હંમેશા ધ્યાન રાખો કે મહામૃત્યુંજય મંત્રનો જાપ યોગ્ય પંડિત કે જ્યોતિષાચાર્ય પાસે કરાવવામાં આવે. મંત્રનું ઉચ્ચારણ યોગ્ય હોય. મંત્રનો ખોટો જાપ નિષ્પ્રભાવી હોય છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ સવા લાખ વાર અને લઘુ મહામૃત્યુંજય મંત્રનો જાપ 11 લાખ વાર કરવો. મંત્રનો જાપ વહેલી સવારથી લઈને બપોર પહેલા કરી લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published.