રીક્ષામાં બેઠેલી દેખાવાડી યુવતીને જોઈ ભરમાય ન જતા, મુસાફરોને લૂંટતી ગેંગ ઝડપાઇ

GUJARAT

અમદાવાદમાં રીક્ષામાં બેઠેલી દેખાવાડી યુવતીને જોઈ ભરમાય ન જતા. વાસણા પોલીસે એક એવી ગેંગ પકડી છે જે યુવતીઓને રીક્ષામાં બેસી મુસાફરો પાસેથી લૂંટ ચલાવતા બે મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે અને 33 ગુનાનો ભેદ પણ ઉકેલ્યો છે.

પુરુષોની કમજોરી એક સ્ત્રી પણ હોય છે. અને એજ કમજોરીનો ફાયદો વાસણા પોલીસે પકડેલી આ ગેંગ ઉઠાવતી હતી. આ આરોપીઓએ અમદાવાદ અને ગાંધીનગરમાં હાહાકાર મચાવી દીધો હતો. મહિનાઓથી આ ગેંગના સભ્યોમાંનો એક આરોપી રિક્ષા ચલાવતો હતો. સાથે ગેંગની એક યુવતી અને સગીરાને સારા કપડામાં તૈયાર કરી પેસેન્જરના સ્વાંગમાં બેસાડતા હતા. મુસાફરો આ યુવતીજે જોઈને વિશ્વાસ કરી લેતા અને રીક્ષામાં બેસી જતા. પણ બાદમાં આ ગેંગ વિશ્વાસઘાત કરી અંધારામાં કે અવાવરું જગ્યાએ લઈ જઈ રિક્ષામાં બેઠલ મુસાફરને લૂંટી લેતા હતા.

આરોપી શાહીલ શેખ, જયે‌શ ઉર્ફે જે.ડી. વાઘેલા, ભાવેશ સરગરા, પ્રિયંકા દંતાણી અને સગીરા છે. વાત કરીએ તો આરોપી શાહીલ રીક્ષા ચાલક છે. તેની રીક્ષામા યુવતી અનેક સમયથી પેસેન્જર તરીકે જતી હતી. જેથી બંને વચ્ચે વધુ સંબંધ કેળવાય ગયા હતા. યુવતીની સગીરા મિત્ર અને રિક્ષા ચાલકનો મિત્ર જયેશ વાઘેલા એમ પાંચેય લોકોએ મળીને લૂંટ કરવાનું નક્કી કર્યું અને થોડા જ સમયમાં 33 ગુનાને અંજામ આપ્યો છે.

હાલ તો આરોપીઓને પોલીસે રિમાન્ડ ન મળતા જેલ ભેગા કર્યા છે. પણ સુત્રોનું માનીએ તો આવા અનેક ગુના છે જે પોલીસ ચોપડે નોંધાયા નથી. જો વધુ ગુના આવા નોંધાયા હોત તો કદાચ આંકડો વધી શકતો પણ હાલ તો 33 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ત્યારે લોકોએ રિક્ષામાં બેસતા પહેલા ખરેખર ચેતવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *