રવિન્દ્ર જાડેજાની પુત્રીના જન્મદિને સત્કાર્ય સાથે બાળકો માટે શાનદાર પાર્ટી

GUJARAT

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બુધવારે પોતાની પુત્રીનો પાંચમો જન્મદિન ઉજવ્યો હતો. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાની સાથે પત્ની રિવાબાએ એક ઉમદા સમાજસેવાનું કામ કર્યું છે.

જાડેજાની પુત્રી નિધ્યાનાબાનનો જન્મદિન

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરમાં તા.8 જૂનના રોજ વિખ્યાત ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પુત્રી નિધ્યાનાબાના 5માં જન્મદિન નિમિત્તે સવારે ચાંદી બજાર નજીક આવેલી હેડ પોસ્ટ ઓફિસ ખાતે કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાનો 3 થી 6 વર્ષની સામાન્ય પરિવારની 101 દીકરીઓને લાભ મળે તે માટે તેઓના એકાઉન્ટમાં રુ.11-11 હજાર માતૃશક્તિ ફાઉન્ડેશના પ્રમુખ એવા રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા દ્વારા જમા કરાવવામાં આવ્યા હતા.

કાર્નિવલ થીમ બર્થ ડે પાર્ટી યોજાઇ

જે બાદ રાત્રે 8 વાગ્યે શહેરની ભાગોળે આવેલા રિસોર્ટ ખાતે લાભાર્થી 101 બાળાઓ, વાલીઓ અને અન્ય બાળકો માટે કાર્નિવલ થીમ બર્થ ડે પાર્ટી યોજાઇ હતી. જેમાં રવિન્દ્ર જાડેજા ઉપસ્થિત રહ્યો હતો. પાર્ટીમાં ટોય ટ્રેન, જમ્પીંગ સહિતના બાળ મનોરંજનના સાધનો ઉપરાંત બાળકોને મજા કરાવવા ડાગલાઓ પણ જાત જાતના કરતબ કરતા જોવા મળ્યા હતા. બાળાઓના વાલીઓ માટે યજમાન જાડેજા દંપતિ દ્વારા 3 બસ સહિત વાહનોની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.