રવીન્દ્ર જાડેજાની BJP નેતા પત્ની સામે કોંગ્રેસી બહેનની ફટકાબાજી, ‘તમે જ ગામેગામ જઈ ભીડ ભેગી કરો છો, લોકોને દોષ ના આપો’

GUJARAT

ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપમાં છે. મોટાબહેન નયનાબા જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે. તાજેતરમાં રિવાબાએ મીડિયા સમક્ષ કોરોનાના મામલે લોકોને તકેદારી રાખવા કરેલા અનુરોધની પ્રતિક્રિયામાં નણંદબાએ ભાજપાને આડેહાથે લઈ લેતા ક્રિકેટરના પરિવારમાં રાજકીય રીતે નિવેદનોનું બોલિંગ-બેટિંગ થઈ જવા પામ્યુ છે.

તાજેતરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ જન્મદિવસે જામનગરના કુનડ ગામે આરોગ્ય કેમ્પ યોજ્યો હતો. જે વેળાએ તેઓએ હજુ કોરોના સમાપ્ત થયો નથી. જેથી કોરોના સામે તકેદારી રાખવાની એક અપીલ કરી હતી.

જેના પ્રતિભાવમાં જામનગર જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે રહેલા તેમના નણંદ નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, કાલે રિવાબાએ મેડિકલ કેમ્પ કર્યો, ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, લોકો લેઝી થઈ રહ્યા છે બેદરકાર થઇ રહ્યા છે તો એમને અને ભાજપાના કાર્યકરોને મારી અપીલ છે કે લોકોને બ્લેમ ના કરો લોકોને કોઈ શોખ નથી સભા કરવાનો. તમે ગામડે ગામડે જાઓ છો અને લોકોને ભેગા કરો છો અને પછી લોકો પર દોષ ઢોળો છો. લોકો બેદરકાર નથી થઇ રહ્યા. તમે જન આશીર્વાદ કરો છો, કેવડિયામાં ભીડ ભેગી કરો છો. તમે તમારામાં સુધારો કરો, પછી શિખામણ આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *