રશિયા-યૂક્રેન યુદ્ધ ઇફેક્ટ : અમદાવાદમાં યુવતીઓને સેક્સ્ટોર્શનના ફોન કોલ્સ વધ્યા

GUJARAT

યુક્રેન પર રશિયાના આક્રમણની સાથે જ અમદાવાદની મહિલાઓની સ્થિતિ એક રીતે વધુ કફોડી બની છે. આઘાતજનક હકીકત એ છે કે, જ્યારથી યુક્રેનનો વિવાદ વકર્યો છે ત્યારથી અમદાવાદની યુવતીઓ અને મહિલાઓને સેક્સ્ટોર્શનના ફોન આવવાના વધી ગયા છે.

પોલીસ આનું કારણ એ આપે છે કે, અત્યાર સુધી ઠગ ટોળકી રશિયાના હેકર્સ પાસેથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ટેડા લઈ કમાણી કરતી હતી, પરંતુ યુક્રેનમાં આક્રમણ થતાં રશિયાના હેકર્સનું સઘળું ધ્યાન ત્યાં રહેલું હોવાથી આ ઠગ ટોળકી સેક્સ્ટોર્શનના રસ્તે ચડી છે. અને ખાસ કરીને યુવતીઓ, સ્ત્રીઓને ટાર્ગેટ બનાવે છે. છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સહિત રાજ્યમાં મહિલાઓ અને યુવતીઓ પર સેક્સ્ટોર્શનના કોલમાં વધારો થયો છે.

દસ જ દિવસમાં સેક્સ્ટોર્શન કોલથી ત્રણથી પાંચ લાખ માગ્યાની ઘટના વધી

યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ થતાં ઠગ ટોળકીઓને ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ડેટા મળવાનો બંધ થયો છે, જેથી ઠગ ટોળકીએ અમેરિકા, કેનેડા હેકર્સો પાસેથી ઇન્ડિયાની મહિલા તેમજ યુવતીઓના નંબર મેળવ્યા છે. આ ઠગ ટોળકી વિદેશી નંબર પરથી સોશિયલ સાઇટ પર વોટ્સએપ કોલ કરે એટલે ઠગો નગ્ન થઇને અશ્લીલ હરકતો કરે છે. પીડિતાઓ ફોન કાપે તે પહેલાં જ ટોળકીઓ તેમનો વીડિયો ઉતારી લે છે.

બાદમાં પિડીતાને વીડિયો મોકલીને 3થી 5 લાખ સુધીની માગણીઓ કરે છે. પૈસા પડાવવા માટે ઠગ ટોળકી વીડિયો વાઇરલ કરી દેવાની ધમકીઓ પણ આપે છે, જેના પગલે શહેરની કેટલીક મહિલાઓ અને યુવતીએ સાઇબર ક્રાઇમમાં લેખિતમાં જાણ કરી છે. આ ઉપરાંત સેક્સ્ટોર્શન કૉલ દરમિયાન પોર્ન ક્લિપ્સ ચલાવે છે અથવા માણસને ડિસરોબિંગના કૃત્યનું અનુકરણ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. યુદ્ધ બાદ આ કોલમાં સદંતર વધારો જોવા મળ્યો છે.

ડાર્ક વેબ નહીં સ્થાનિક સ્તરેથી જ ફોન આવે છે

અગાઉ જ્યારે આવા કોલ આવ્યા ત્યારે તે ડાર્ક વેબ મારફતે અથવા યુએસ કે અન્ય દેશોના ફોન નંબર પરથી આવેલા ટ્રેસ કરાયા હતા, પરંતુ તાજેતરના આ સેક્સ્ટોર્શન કોલ અમદાવાદ બનાસકાંઠા, રાજસ્થાનના અલવર અને ભરતપુરમાંથી થયા હોવાનું પણ સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.