રશિયન વેક્સિન સ્પુતનિકના એક ડોઝ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા, મળી ગઈ જરૂરી ક્લિયરન્સ

helth tips

રશિયન સ્પુતનિક કોવિડ-19 વેક્સિનનો એક ડોઝ ભારતમાં લગભગ 1,000 રૂપિયામાં પડશે. ભારતમાં સ્પુતનિકની આયાત કરનારા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝએ આ જાણકારી આપી છે. કંપનીએ કહ્યું છે કે રસીને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીઝથી જરૂરી મંજૂરી મળી ગઈ છે. આ રસીને ડૉ. રેડ્ડીઝ લેબે ભારતમાં આયાત કરી છે. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે સ્ટોક એક્સચેન્જોને આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે આ રસીના બે ડોઝ લગાવવાની જરૂર છે.

કંપનીએ જણાવ્યું કે, આ વેક્સિનના બે ડોઝ લેવા માટે મહત્તમ છૂટક કિંમત 948 રૂપિયા છે, જેના પર 5 ટકા જીએસટી લાગશે. એટલે કે રસીનો એક ડોઝ લગભગ એક હજાર રૂપિયામાં પડશે. ડૉ. રેડ્ડીઝ લેબે આ વેક્સનની સોફ્ટ લૉન્ચિંગ કરતા શુક્રવારના હૈદરાબાદમાં એક વ્યક્તિને આનો પહેલો ડોઝ લગાવ્યો. આ રસીને ડૉ. રેડ્ડીઝ લેબે ભારતમાં આયાત કરી છે. રશિયાથી વેક્સિનનો જથ્થો 1 મેના જ ભારત પહોંચી હતી. ડૉ. રેડ્ડી લેબે જણાવ્યું કે, આ રસીને 13 મેના સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરી, કસૌલીથી પણ મંજૂરી મળી ગઈ છે.

કંપનીએ જણાવ્યું કે, હજુ રસીનો વધુ જથ્થો આયાત કરવામાં આવશે, પરંતુ આગળ આને ભારતીય ભાગીદાર કંપનીઓ દ્વારા જ બનાવવામાં આવશે. કંપનીએ કહ્યું કે, આગળ જ્યારે આ વેક્સિન ભારતમાં બનવા લાગશે તો આના ભાવ ઓછા થઈ શકે છે. કંપની ભારતમાં 6 રસી બનાવનારી કંપનીઓથી આના ઉત્પાદન વિશે વાત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે નીતિ આયોગના એક સભ્યએ દાવો કર્યો છે કે આ વર્ષે ડિસેમ્બર સુધી દેશમાં કોવિડ-19ના વેક્સિનના 200 કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ થઈ શકે છે.

સરકારની ટોચની થિંક ટેંક મનાતી સંસ્થા નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે કહ્યું કે, ઑગષ્ટથી ડિસેમ્બરની વચ્ચે ભારતમાં કોવિડ-19 વેક્સિનના 200 કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published.