રાજ્યમાં વરસાદને લઇ હવામાન ખાતાએ કરી આગાહી

GUJARAT

આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. જેમાં દરિયાકાંઠા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયા વરસાદની આગાહી છે. તથા હાલ રાજ્યમાં વરસાદી સિસ્ટમ ન હોવાથી વરસાદની શક્યતા નહિવત છે.

અમદાવાદનું તાપમાન 32થી 33 ડિગ્રી રહેવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તથા અમદાવાદ, ગાંધીનગરનું તાપમાન 32થી 33 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમજ રાજ્યમાં સિઝનનો 133 ટકા વરસાદ રહ્યો છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી ગયુ છે. જોકે હાલમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી. પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદી માહોલ રહેવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.

રાજ્યમાં હાલમાં વરસાદનું જોર ઘટી ગયું
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દિવમાં આગામી 4 દિવસ દરમિયાન હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે.

અમદાવાદ સહિત રાજ્યમાં હાલમાં વરસાદનું જોર ઘટી ગયું છે. રાજ્યમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. તેમાં ગીરસોમનાથ, દ્વારકા, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં, મહેસાણામાં સામાન્ય વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published.