રજનીકાંતની દીકરીને ધનુષે છૂટાછેડા આપતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ

BOLLYWOOD

સાઉથની ફિલ્મોથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર સુપરસ્ટાર ધનુષના છૂટાછેડા થઈ ગયા છે. ફિલ્મ અભિનેતાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. સુપરસ્ટાર ધનુષે તેની પત્ની ઐશ્વર્યા સાથે છૂટાછેડા લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. આ સમાચારથી ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે ધનુષની પત્ની ઐશ્વર્યા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી છે. ધનુષ અને ઐશ્વર્યાના લગ્ન વર્ષ 2004માં થયા હતા.

છૂટાછેડાની જાહેરાત કરતા ધનુષે લખ્યું, અમે 18 વર્ષથી સાથે હતા જેમાં અમે મિત્રો, કપલ અને પેરેન્ટ્સ તરીકે સાથે રહ્યા હતા. આ પ્રવાસમાં અમે ઘણું જોયું છે. આજે આપણા રસ્તાઓ અલગ થઈ રહ્યા છે. ઐશ્વર્યા અને હું હવે એક કપલ તરીકે અલગ થઈ રહ્યા છીએ. કૃપા કરીને અમારા નિર્ણયનો આદર કરો અને અમને પ્રાઈવસી આપો.

ધનુષ જાણીતા નિર્માતા કસ્તુરી રાજાનો પુત્ર છે. ધનુષ મલ્ટીટેલેન્ટેડ છે. અભિનેતા હોવા ઉપરાંત, તે દિગ્દર્શક, નિર્માતા, ડાન્સર, પ્લેબેક સિંગર, ગીતકાર અને પટકથા લેખક પણ છે. 46 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સુપરસ્ટાર ધનુષને અત્યાર સુધીમાં એક ફિલ્મફેર એવોર્ડ, 4 નેશનલ ફિલ્મ એવોર્ડ સહિત 13 મોટા એવોર્ડ મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published.