પોર્નોગ્રાફી કેસમાં રાજકુન્દ્રાને રાહત, કોર્ટે 50 હજારના બોન્ડ પર આપ્યા જામીન

BOLLYWOOD

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં જામીન મળી ગયા છે. મેજિસ્ટ્રેટ કોર્ટે રાજ કુન્દ્રાને 50,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. રાજ કુન્દ્રા પર અશ્લીલ સામગ્રી બનાવવા અને તેને OTT પ્લેટફોર્મ પર રજૂ કરવાનો આરોપ છે. રાજ કુન્દ્રાની 19 જુલાઈએ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

રાજ કુન્દ્રાની 19 જુલાઇએ પોલીસે ધરપકડ કરી હતી. જે બાદથી તે સતત કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા. આજે 2 મહિના બાદ રાજને કોર્ટે રાહત આપી છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં મડ આઇલેન્ડમાં પોલીસે દરોડા કર્યા હતા અને પોર્ન રેકેટનો ભાંડા ફોડ કર્યો હતો. આ કેસમાં ગંદી બાત ફેમ ટીવી અભિનેત્રી ગહના વશિષ્ઠનું નામ સામે આવ્યું હતું.

પોલીસેને ગહનાથી રાજની કંપનીમાં કામ કરી રહેલા ઉમેશ કામત અંગે ખબર પડી હતી. રાજ કુન્દ્રા અને તેમની ટીમે બનાવેલા વીડિયોને રિલીઝ કરવા માટે કેટલાક પ્લેટફોર્મ તૈયાર કર્યા હતા. ચાર્જશીટ મુજબ ઉમેશના મોબાઈલમાંથી ‘હોટશોટ’ એપ્લિકેશનનું એકાઉન્ટ અને ‘હોટશોટ’ ટેકડાઉન નામના બે વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજકુન્દ્રા કેસમાં તાજેતરમાં જ પોલીસે આ કેસની 1500 પાનાની પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ દાખલ થયા બાદથી રાજ કુન્દ્રા સાથે જોડાયેલી નવી માહિતી સતત બહાર આવી રહી છે. એક અખબારના સમાચારો અનુસાર, રાજ કુન્દ્રાએ પોતાની એપના યૂઝર્સને 3 વર્ષમાં અને 2 વર્ષમાં 8 ગણો નફો વધારવા માટે સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી. તેઓ તેમની 119 ફિલ્મોનું આખું કલેક્શન 8.84 કરોડ રૂપિયામાં વેચવા માંગતા હતા, રાજ કુંદ્રાની પહેલી એપ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાંથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી હતી, ત્યારબાદ તેમને બીજી એપ પણ બનાવી હતી. કુંદ્રા ડિજિટલ મીડિયાથી ગેરકાયદેસર નાણાં કમાવાના હતા, પરંતુ જ્યારે પોલીસે રાજને પકડ્યો અને તેની યોજનાનો પર્દાફાશ થયો, ત્યારબાદ તેણે તમામ માહિતી કાઢીને પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *