રાજકોટમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

GUJARAT

રાજકોટમાં આજે વહેલી સવારથી ફરી એક વખત ધોધમાર વરસાદનું આગમન થયું છે. રાજકોટમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, કાલાવડ રોડ, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, જંકશન પ્લોટ, ગાયકવાડી, પોપટપરા, રેલનગર, જામનગર રોડ ઉપર ધોધમાર વરાસ્યો છે. વરસાદી માહોલ વચ્ચે શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા છે.

રાજકોટમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. ભાદરવો ભરપૂર વરસી રહ્યો હોય તેમ શહેરમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા. મેઘાવી માહોલ વચ્ચે દિવસે જ અંધારું છવાયેલું છે. મેઘાવી માહોલ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે જેને પગલે શહેરના રસ્તાઓ ફરી જળબંબાકાર થવા જઈ રહ્યા છે.

રાજકોટના રસ્તાઓ ઉપર નદીઓ વહેવા લાગી છે. તો શહેરમાં ત્રણે ઝોનમાં વરસાદી વાતાવરણનું સામ્રાજ્ય છેવાયેલું છે. યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, કાલાવડ રોડ, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, જંકશન પ્લોટ, ગાયકવાડી, પોપટપરા, રેલનગર, જામનગર રોડ ઉપર ધોધમાર વરાસ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *