રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર

GUJARAT

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે. જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. તેમાં 7 અને 8 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દ.ગુજરાત, મ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. જેમાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાતા વરસાદ રહશે. તેમજ રાજ્યમાં હજુ 34 ટકા વરસાદની ઘટ છે.

આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે સાર્વત્રિક વરસાદ
ઉલ્લેખનીય છે કે આવતીકાલે દ.ગુજરાતના દરિયાઈ કિનારે માછીમારોને ચેતવણી આપવામાં આવે છે. તેમજ રાજ્યમાં મેઘ મહેર જામશે. તેમાં હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 5 દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. તેમાં 7 અને 8 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. તેમજ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાતા વરસાદ રહેશે.

આવતીકાલે દ.ગુજરાતના દરિયાઈ કિનારે માછીમારોને ચેતવણી
તેમજ રાજકોટ જીલ્લાના ઉપલેટા ગ્રામ્ય પંથકમા ધોધમાર વરસાદ ખાબક્યો છે. તેમજ ત્રણ કલાકમા પાંચ ઈંચ વરસાદથી ઘણા ગામો બેટમા ફેરવાઈ ગયા છે. તથા ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, તલંગણા, હાડફોડી, સમઢીયાળા જેવા અનેક ગામોમા ધોધમાર વરસાદ પડતા બેડમાં ફેરવાયા છે.

Leave a Reply

Your email address will not be published.