રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, જાણો કયા થશે મેઘો મહેરબાન

nation

ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. જેમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણમાં આગાહી કરવામાં આવી છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી
તેમજ ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળશે. તથા આવતીકાલથી તાપમાનમાં ઘટાડો થશે. તેમજ આગામી 7થી 9 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા આ વર્ષે 12થી 14 આની જેટલો વરસાદ થાય તેવી આગાહીકારો દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા રાજ્યના અલગ-અલગ શહેરોમાં વસતા આગાહીકાર દ્વારા વરતારો નક્કી કરવામાં આવે છે.

આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તે અંગે તમામ આગાહી કરો આગાહી કરી પોતાનો અનુભવ જણાવતા હોય છે ત્યારે પશુ પક્ષીની બોલી, અખાત્રીજના દિવસે પવનનો વરતારો, તેવી જ રીતે આકાશમાં અને નક્ષત્રમાં થતા ફેરફારને આધારે આગાહી કરો વરસાદની આગાહી કરતા હોય છે. આ વર્ષે 12થી 14 આની એટલે કે મધ્યમ ચોમાસુ રહેશે તેવી આગાહી કરો દ્વારા આગાહી કરવામાં આવી છે.

આગામી 7થી 9 તારીખ સુધી વરસાદની આગાહી
આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી 48 જેટલા આગાહી કરો એ આગાહી કરી છે. અને કૃષિ યુનિવર્સિટીને આગાહીઓ મોકલી આપી છે. આ વર્ષે ચોમાસુ ઓક્ટોબર માસમાં વિદાય લે તેવી આગાહીકાર દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ વર્ષે વરસાદ મધ્યમ રહેશે અને બાર આની જેવું વર્ષ રહેશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. તેમજ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આમ આજે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા 12 આની વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વર્ષે ચોમાસુ મધ્યમ રહેશે તેવી દરેક આગાહીકારોનો વધારો જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published.