રાજ્યમાં વરસાદની સ્થિતિ, આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

nation

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેમજ આજે કચ્છ, પાટણ, બનાસકાંઠા, વલસાડામાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, દ્વારકા, પોરબંદર, આણંદમાં યલો એલર્ટ છે. સાબરકાંઠા, નવસારી, તાપીમાં પણ યલો એલર્ટ છે. અને આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.

આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
નોંધપાત્ર રીતે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને વરસાદમાં ઘટાડો થયો છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડશે. ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. અને સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડશે. તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 66 ટકા વરસાદ નોંધાયો છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડશે
રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે અનેક શહેરો પાણીમાં ડૂબી ગયા છે. શનિવારે સાંજથી શરૂ થયેલી મેઘમહેર રવિવારે પણ નોનસ્ટોપ રહી હતી. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત રાજ્યના 216 તાલુકાઓમાં બે થી સાત ઈંચ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે.

વાપીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. જે બાદ વલસાડમાં 5.88 ઈંચ, નવસારીમાં 5.6 ઈંચ, ડાંગમાં 3.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. સુઇગામમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ થરાદ અને ભાભરમાં 6 ઈંચ વરસાદના કારણે નદીઓ અને કેનાલો તૂટયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.