રાજ્યમાં આજથી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી: અનેક NDRF-SDRFની ટીમો એલર્ટ કરાઈ

GUJARAT

રાજયમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં બુધવારે પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના છે. સાથે જ રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ભાવનગર, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના છે.

વિતેલા 24 કલાકમાં આજવા સરોવરનુ લેવલ 207.85 ફૂટથી વધીને 208.45 ફૂટ થયુ હતુ. એક અંદાજ મુજબ, 360 કરોડ લિટર પાણીની આજવામાં આવક થઈ હતી. આજવામાંથી દક્ષિણ અને પૂર્વ વિસ્તારને રોજનુ 150 એમએલડી એટલે કે 15 કરોડ લિટર પાણી વિતરણ કરાય છે. સૂત્રોએ કહ્યુ હતુ કે, શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને સતત 26 દિવસ સુધી વિતરણ કરી શકાય એટલા પાણીની આવક થઈ છે.

ઉપરવાસમાં હજૂ પણ વરસાદ છૂટો છવાયો વરસી રહ્યો છે ત્યારે આજવામાં હજૂ સપાટી વધે તેવી શક્યતા છે. આજવાના ઉપરવાસમાં મોસમનો કુલ વરસાદ 575 મિમી નોંધાયેલો છે. જ્યારે પ્રતાપપુરામાં 708 મિમી વરસાદ નોંધાયેલો છે. જોકે, પ્રતાપપુરા સરોવરનુ લેવલ હાલ ઝીરો છે.

આગામી 25 અને 26 સપ્ટેમ્બર સુધી આણંદ,વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ૫રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા બચાવ કાર્ય માટે NDRF અને SDRFની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp, SDRFને સૂચના આ૫વામાં આવી છે.

હવામાન વિભાગની ભારેથી અતિભઆરે વરસાદની આગાહીને જોતા NDRFની કુલ 20 ટીમમાંથી 18 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જેમાંથી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જૂનાગઢ, 2-જામનગર, 1-પાટણ, 1-મોરબી,1- દેવભૂમિ દ્વારકા,1-પોરબંદર,1- ખેડા,1-પંચમહાલ,1- ગાંઘીનગર – ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

જયારે SDRFની કુલ 11 ટીમમાંથી 8 ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જેમાં1- રાજકોટ, 1-ગોંડલ, 1- જૂનાગઢ,1-કેશોદ, 2- જામનગર ,1- રાલજ(આણંદ) અને 1- ખેડા ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. 1-ગોઘરા,1-વાવ,1-વડોદરા, 1-અમદાવાદ અને 1-વાલીયા ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. મહત્વનું છે કે હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય, એલર્ટ ૫ર કુલ- 12 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે.

જાણો કઈ તારીખે ક્યા પડશે વરસાદ

22/09/2021: પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના

23-24/09/2021: રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ મહિસાગર ,દાહોદ,ભરૂચ,નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના

તા.25,26/09/2021: આણંદ,વડોદરા,ભરૂચ,નર્મદા,તાપી,છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ,ડાંગ મા ભારે વરસાદની સંભાવના

અત્રે નોંધનીય છે કે, રાજકોટના ગોંડલ પાસે આવેલ ભાદર ડેમ-1ની સપાટી 32.55 ફુટે પહોંચી છે. ડેમમાં 90% પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક વધતા ડેમ આસપાસના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમા ગોંડલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારિયા. ખંભાલિડા, નવાગામ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. જેતપુરના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારિકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી, વાડસડા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *