રાજ કુંદ્રા મામલામાં શિલ્પા શેટ્ટીના નિવેદન ઉપર શર્લિન ચોપરા ભડકી, કહ્યું – ખોટું બોલવાની પણ કંઈ હદ હોય

BOLLYWOOD

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા અત્યારે પોર્નોગ્રાફી કેસમાં જેલમાં છે. પોર્ન ફિલ્મો બનાવવા માટે આ વર્ષે 19 જુલાઈના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ સામે આવ્યું છે. આ નિવેદન અભિનેત્રીએ પોલીસને આપ્યું છે. શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસને કહ્યું છે કે તે પોતાના કામમાં ખૂબ વ્યસ્ત હતી તેને ખબર નહોતી કે રાજ કુન્દ્રા શું કામ કરતો હતો.


શિલ્પાના આ નિવેદન બાદ હવે અભિનેત્રી શર્લિન ચોપરાએ ફરી એકવાર તેના પર નિશાન સાધ્યું છે. શર્લિનએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શર્લિન ચોપડાએ કહ્યું, ‘કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીદી કહે છે કે તેણીને તેના પતિ દેવની નાપાક પ્રવૃત્તિ વિશે કોઈ માહિતી નહોતી.

તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, દીદી એમ પણ કહે છે કે તે તેના પતિ દેવની જંગમ અને સ્થાવર મિલકતના સ્ત્રોતથી પણ વાકેફ નહોતી. હવે તમે તમારા માટે અનુમાન કરી શકો છો કે આ બાબતમાં કેટલું સત્ય છે. સારું તમે તેને શું કહો છો ? “યેડા બનકર પેડા ખાના”. તમને જણાવી દઈએ કે, મુંબઈ પોલીસે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. 1500 પાનાની ચાર્જશીટમાં 43 સાક્ષીઓના નામ આપવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે માહિતી શેર કરી છે કે ચાર્ટશીટમાં 43 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. આ 43 સાક્ષીઓમાં રાજ કુન્દ્રાની પત્ની અભિનેત્રીઓ શિલ્પા શેટ્ટી અને શેર્લીન ચોપરા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *