‘રહી જિંદગી તો ફિર મિલેંગે, વરના બાય બાય’: રાજકોટમાં ઝવેરીની સ્યુસાઈડ નોટ વાંચીને હૃદય ભરાઈ જશે..

GUJARAT

રાજકોટ શહેરમાં આપઘાતના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે પૈસાની લેતીદેતી અને ધમકીથી કંટાળી સોની વેપારીએ સ્યુસાઈડ નોટ લખી ઝેર પી આપઘાત કરી લેતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. સ્યુસાઈડ નોટમાં સંબંધના દાવે આપેલા 75 લાખ તેમજ 37 લાખના દાગીના પરત આપતા ન હોવાથી અને ઊલટાની દંપતી સહિત 8 જેટલા શખસો ધમકી આપતા હોવાથી આખરે કંટાળી આ પગલું ભરતા હોવાનું ઉલ્લેખ હોય પોલીસે સ્યુસાઈડ નોટ આધારે પત્નીની ફરિયાદ નોંધી આરોપીઓને ઉઠાવી લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે.

આ ઘટના અંગે હુડકો ક્વાટરમાં રહેતા અને કોઠારિયા રોડ ઉપર મારુતિ જવેલર્સ નામે વેપાર કરતા વૈરાગીબેન રમેશભાઈ લોઢીયા (ઉ.31)એ એ ડીવીઝન પોલીસમાં શોભનાબા કૃષ્ણસિહ રાયજાદા, કૃષ્ણસિહ પ્રતાપસિહ રાયજાદા, દીલીપસીહ પ્રતાપસીહ રાયજાદા, દિવ્યાબેન દીલીપસીહ રાયજાદા, ધનરાજસિહ કૃષ્ણસિહ રાયજાદા, મુન્નાભાઈ સાંઢવાયા, જગુભાઈ અને ભુપતભાઈ ઉફ્રે ભોપભાઈ શોભનાબાના ભાઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે શહેરના કરણસિંહજી રોડ પર યશ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ મોરારજીભાઈ લોઢીયા ઉ.47ને મારી દીકરી ફોન કરતો હતો, પરંતુ ફોન રીસીવ થયા ન હતા. દરમ્યાન મારા દિયરે ફોન કરીને ફ્લેટે આવવાનું કહેતા હું ત્યાં ગઈ હતી. પરંતુ ફ્લેટ લોક હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરતા જવાનોએ દરવાજો તોડીને જોતા રમેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવને પગલે એ ડીવીઝન પોલીસના પીએસઆઈ ટી ડી ચુડાસમા સહિતનો સ્ટાફ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં તેઓએ ઝેર પી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં તેને આશાપુરાનગરમાં રહેતા શોભનાબા સહિતના લોકોનું મને દબાણ હતું, એટલે મારે આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. આ લોકો સાથે 20 વર્ષથી વ્યવહાર છે. મેં 14 વર્ષ પૂર્વે લવમેરેજ કર્યા, ત્યારે શોભનાબાએ કન્યાદાન કર્યું હતું.

શોભનાબા સાથે હું વ્યવહાર રાખું તે મારી પત્ની વૈરાગીને નહિ ગમતું હોવાથી તેણી બે વર્ષથી અલગ રહે છે, અને દોઢ વર્ષથી કેસ ચાલે છે. શોભનાબા પાસેથી 75 લાખ લેવાના છે. તેમજ કટકે કટકે સોનું મૂકી 21 લાખ અને સંબંધી પાસેથી 16 લાખ મળી બે ટકે કુલ 37 લાખ આપ્યા હતા. બેંકમાં મુકેલું સોનું પૈસા ચૂકવ્યા વિના સોનું પરત લેવડાવી લેવા દબાણ કરતા હતા. આ કેસમાં પોલીસ પુરતું ધ્યાન નહિ આપે તો અવારનવાર આવા બનાવો બનતા રહેશે અને લોકો આત્મહત્યા કરતા રહેશે. આ લોકોને કડક સજા કરજો તેવી મારી અંતિમ ઈચ્છા છે. થોડા દિવસો પહેલા શોભનાબા અને કૃષ્ણસિહ રોડ ઉપર મળ્યા હતા અને 37 લાખના પડીકા પરત આપી દેશો અને પૈસા ભૂલી જજો નહિતર તને પતાવી દેશું અને જો તું નહિ માન તો અમારી પાસે ગુંડા છે તે તારા છોકરાવને ઉપાડી જશે. જેથી હું ડરી ગયેલ અને આ પગલું ભરવા મજબુર થયો છો.

બે ભાઈઓએ મારા ઘરનું ધ્યાન રાખ્યું છે અને રાખજો મારા પરિવારને દુખી થવા નહિ દેતા મારી દીકરીને હું બાપનો પ્રેમ નથી આપી શક્યો. કાવેરીનું સારૂ ઠેકાણું હોય ત્યાં કરી નાખજો છેલ્લે અલવિદા બાય બાય કાવેરી, રુદ્ર, વૈરાગી લખ્યું છે. રમેશભાઈના મોતથી એક દીકરો અને એક દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે. પોલીસે સ્યુસાઈડ નોટ આધારે આઠેય સામે ફરિયાદ નોંધી ચાર જેટલા આરોપીઓને ઉઠાવી લઇ તપાસ હાથ ધરી છે.

મારી અગ્નિદાહ સહિતની અંતિમવિધિ દીકરી પાસે કરાવજો

મૃતકે સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે મને અગ્નિદાહ કાવેરી સિવાય કોઈને આપવા ન દેતા. મારા આગલા ઘરનો દીકરો ડેનીસ છે તેને મારું મોઢું પણ જોવા ન દેતા મારી કોઈ જાતની ક્રિયા ડેનીસ પાસે કરાવતા નહિ. કાવેરી મારે દીકરાથી પણ વિશેષ છે. આ જે મારો ફ્લેટ છે તે મારી દીકરી કાવેરીના નામે લખી દઉં છું.

સાતમાં મહિનામાં દબાણ કર્યા બાદ સતત ફોન-મેસેજમાં ધમકી મળતી હતી

20 જુલાઈએ કારમાં બેસાડી લઇ ગયા બાદ મુન્નાભાઈએ દબાણ કરી 37 લાખના સોનાના પડીકા આપી જ દેવા પડશે તેમ કહી દબાણ કરતા મેં બે-ત્રણ દીવસમાં આપી દઈશ તેવું કહ્યું હતું બાદમાં બધાએ શોભનાબાના ઘરે ભેગા થઇ મને બોલાવ્યો હતો. પરંતુ હું ગયો ન હતો. ત્યારથી ફોન અને મેસેજનો મારો ચલાવતા હતા. ધનરાજસિંહ અને કૃષ્ણસિંહે મારા ફ્લેટ નીચે આવી ઘણું બધું બોલી જતા રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *