રાધેમાં સલમાને દિશા પટણીને કિસ કરી જ નથી, આ વસ્તુ હોઠ પર રાખીને સીન શુટ કરવામાં આવ્યો

BOLLYWOOD

સલમાન ખાન તેની ફિલ્મોમાં નો કિસિંગ પોલિસી માટે જાણીતો છે. આવી સ્થિતિમાં જ્યારે તે રાધેમાં દિશાને કિસ કરતો જોવા મળ્યો ત્યારે બધા ચોંકી ગયા. જો કે બાદમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન દબંગ ખાને સ્પષ્ટ કરી દીધું હતું કે તેમણે હજી સુધી તેની નીતિ તોડી નથી. જ્યારે સલમાનને કિસિંગ સીનના સત્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એક મસ્ત જવાબ પણ આપ્યો હતો.

સલમાન આગળ પોતાની વાત કરતાં કહે છે કે ‘મેં દિશાને કિસ કરી જ નથી’. આ જવાબ સાંભળીને બધાને ફરી આઘાત લાગ્યો. આ પછી તરત જ સલમાન કહે છે કે ‘જ્યારે આ સીન શૂટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે દિશાના મોં પર એક ટેપ રાખવામાં આવી હતી. મેં એ ટેપ પર કિસ કરી હતી. હવે પછીના સવાલમાં જ્યારે સલમાનને તેની આગામી ફિલ્મોમાં કિસિંગ સીન્સના અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ફરી એક રમૂજી જવાબ આપ્યો.

સલમાન કહે છે કે ‘ના ના .. કદાચ તમે હવે પછીના ફિલ્મમાં કિસિંગ સીનમાં મારી અને હિરોઇનની વચ્ચે એક મોટો પડદો પણ જોવા મળે. આ સાથે જ સલમાને તેની એક ફિલ્મનો હવાલો આપતા કહ્યું છે કે ‘મૈને પ્યાર કિયા’ ફિલ્મમાં પણ મેં અરીસા પરના લિપસ્ટિક માર્ક પર કિસ કરી હતી. મારી નો કિસિંગ નીતિ હંમેશા અકબંધ રહી છે અને તે ચાલુ રહેશે

Leave a Reply

Your email address will not be published.