અલગ-અલગ લોકો માટે બેવફાઇનો મતલબ પણ અલગ હોય છે. કેટલાક લોકો અન્ય સાથે ફ્લર્ટિંગ અને વાતચીતને યોગ્ય માનતા નથી તો કોઇ પાર્ટનર સિવાય કોઇ અન્ય સાથે સૂવામે બેવફાઇ માને છે. તેના માટે પાર્ટનરથી છુપાવીને કોઇ અન્ય વ્યક્તિની સાથે વાત, ફ્લર્ટ કે કિસ કરવી બેવફાઇ નથી.
તમને જાણીને હેરાની થશે કે 50 ટકા પુરૂષ એવું જ વિચારે છે.
એક સર્વે અનુસાર 50 ટકા પુરૂષોને પોતાના પાર્ટનર સિવાય કોઇ અન્ય મહિલાને કિસ કરવામાં કોઇ આપત્તિ નથી. તેમના અનુસાર માત્ર ખિસ કરવી બેવફાઇ નથી. આ સર્વેમાં 73 ટકા મહિલાઓને કિસ કરવાને બેવફાઇ માન્યું. કિસ સિવાય પુરૂષ સાઇબર સેક્સને પણ બેવફાઇની શ્રેણીમાં માનતા નથી. 50 ટકા પુરૂષોને સાઇબર સેક્સને પણ બેવફાઇ માની નથી. મહિલાઓથી પુછવા પર 75 ટકા મહિલાઓને સાઇબર સેક્સને બેવફાઇ કહ્યું.
ડેટિંગ કોચ જેમ્સ પ્રીસનું કહેવું છે કે આ વાત પર નિર્ભર કરે છે કે મહિલા અને પુરૂષના ઇંટિમેસી અંગે શુ ખ્યાલ છે. જોકે, તેમને આગળ કહ્યું કે, જો તમે કોઇને કિસ કરવી બેવફાઇ નથી માનતા તો તે તમારી અંદર પોતાના પાર્ટનર માટે સમ્માનની કમીને દર્શાવે છે.
એક આંતરરાષ્ટ્રીય રેડિયો ચેનલ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં બ્રિટેનના 2066 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. સર્વેમાં 91 ટકા લોકોએ બીજા લોકો સાથે સૂવાને બેવફાઇ માની, આ સર્વેમાં સેક્સ એજ્યુકેશન અંગે પણ પૂછવામાં આવ્યું હતું. જેમા 47 ટકા લોકોએ કહ્યું કે તેમને સ્કુલમાં આપવામાં આવેલા સેક્સ એજ્યુકેશનથી તેમની સેક્સ લાઇફનો કોઇ ફાયદો થતો નથી.