પ્રેમિકાની ઉંમર ઘણી નાની છે તો લગ્ન માટે ઘરમાં કઈ રીતે મનાવવા?

Uncategorized

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૩ વર્ષ છે. મારો પ્રશ્ન એ છે કે મને પેનિસની ઉપર ઝીણી ઝીણી ફોલ્લીઓ થઇ છે, ત્યાં ખૂબ જ ચળ આવે છે. મારે જાણવું છે આ કયાં કારણસર થયું હશે, શું આગળ જતાં આના કારણે મને સેક્સલાઇફમાં કોઇ તકલીફ નહીં થાયને?

જવાબ : આવું ઇન્ફેક્શનના કારણે થયું હોય. સ્વચ્છતાને મહત્ત્વ આપો. તે ભાગને બને તેટલો સ્વચ્છ રાખો, અને આ સમસ્યા અંગે આંખ આડા કાન ન કરશો, કોઇ સારા ડોક્ટરને બતાવીને આ સમસ્યા માટેની ઇન્ફેક્શનની દવા લઇ લો. એન્ટિ ફંગલ ક્રીમ લગાવી શકાય, પરંતુ ડોક્ટરને બતાવવું જરરી છે. રહી વાત આ સમસ્યાના કારણે સેક્સમાં તકલીફ થવાની તો હા, તમારું ઇન્ફેક્શન તમારા પાર્ટનરની યોનિને પણ અસર કરી શકે છે. અને ઇન્ફેક્શન હોય ને સેક્સ કરશો તો બને કે તેમાં વધારો પણ થઇ શકે. માટે આ બાબતે ડોક્ટરને બતાવીને ચોક્કસ તેનું નિદાન કરાવી લેવું જોઈએ.

પ્રશ્ન : નમસ્તે સર, હું જે જગ્યાએ નોકરી કરું છું, ત્યાં મારી જ કાસ્ટની એક છોકરી જોબ કરે છે. મને તેની સાથે પ્રેમ થઇ ગયો છે. તે પણ મને પ્રેમ કરે છે. પણ મારી સમસ્યા એ છે કે તે છોકરી મારા કરતાં નાની છે. તેની ઉંમર ૧૯ વર્ષની છે. તેને આ ઉંમરના તફાવતથી કશો જ પ્રશ્ન નથી, પણ તે હાલ લગ્ન કરવા માટે તૈયાર નથી. તે ચારપાંચ વર્ષ રાહ જોવાનું કહે છે. તેની બે મોટી બહેનોનાં લગ્ન બાકી છે. તે બંનેનાં લગ્ન થશે પછી જ અમારાં લગ્ન થશે તેમ તેનું કહેવું છે. મને યોગ્ય ઉપાય જણાવશો કે શું મારે રાહ જોવી જોઇએ? અને જ્યારે પણ લગ્નની વાત કરીશ તો તેના પેરેન્ટ્સ કઈ રીતે લગ્ન માટે હા કહેશે? શું તેના પિતા માની જશે? શું અમારે કોર્ટ મેરેજ કરી લેવા જોઇએ?

જવાબ : છોકરીની ઉંમર હજી નાની છે. અલબત્ત, તેની કાયદાની રીતે લગ્ન કરવાની ઉંમર થઇ ચૂકી છે, પણ હજી આટલી ઉતાવળે તમારે કોઇ જ નિર્ણય ન લેવો જોઇએ. જો તમને તેની પર વિશ્વાસ હોય અને તમે બંનેએ એકબીજાને કમિટમેન્ટ આપ્યાં હોય તો ચોક્કસ તમે તેની રાહ જુઓ. બાકી તેના પરિવારને જાણ કર્યાં વગર કોર્ટ મેરેજ ન કરશો, આનાથી તમે ઘણાબધાનું દિલ દુભાવશો. અત્યારથી નકારાત્મક વિચારો કરવાને બદલે તમારી કરિયર પર ધ્યાન આાપો અને થોડો સમય જાય પછી છોકરીનાં માતા-પિતાને મનાવવાનો પ્રયત્ન કરજો.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૫૧ વર્ષ છે, મારા પતિની ઉંમર ૫૩ વર્ષ છે. મારા પતિનું વજન ખૂબ જ વધારે છે. તેમનો પેટનો ભાગ પણ ઘણો જ વધારે છે. વધારે વજન અને વધારે પડતા પેટના ભાગના કારણે અમને સેક્સમાં તકલીફ થાય છે. પતિનો સ્વભાવ પણ ખૂબ જ ગુસ્સાવાળો છે, નાનીનાની વાતે ગુસ્સો કરી દે છે ને મોટેમોટેથી બૂમો પાડે છે. ખૂબ ખીજાય છે. આવાં અનેક કારણોના લીધે મને હવે સેક્સમાંથી રુચિ ઊઠી ગઈ છે. હું નોકરી કરું છું. સવારની નોકરીએ જાઉં અને સાંજે આવું, ઘરનું કામ પણ ઘણું જ હોય છે, માટે થાક પણ એટલો જ લાગે છે. માટે રાત્રે મને ખૂબ જલદી ઊંઘ આવી જાય છે. આ કારણે મારા પતિ મારાથી નારાજ થઇ જાય છે. તેમને સેક્સની ઇચ્છા હોય છે, પણ તેમનું શરીર ખૂબ જ ભારે થઇ ગયું હોવાથી તેઓ સરખી રીતે સેક્સ કરી નથી શકતા, મારે મહેનત કરવી પડે અને સાચું કહું તો મને હવે તેમને જોઇને, તેમના ભારે શરીરને જોઇને ઉત્તેજના જ નથી થતી કે મને તેમના સહવાસનુંં મન થાય. તે સેક્સ માટે મહેનત કરે તો પણ તેમના ભારે શરીર અને વધુ પડતાં પેટના ભાગને કારણે સેક્સની કોમન પોઝિશન થઇ જ નથી શકતી. વળી અમારી ઉંમર થઇ ચૂકી છે. મને જણાવશો કે મારે શું કરવું જોઇએ? કેમ કે પતિનો ગુસ્સો ખૂબ છે તો આ કારણે તેઓ બેફામ રીતે મારી સાથે ઝઘડે છે.

જવાબ : ઘણીવાર ગુસ્સાનું કારણ તેમનું વજન અને વધેલા વજનના કારણે શરીરમાં આવતી નિષ્ક્રિયતા પણ હોઈ શકે છે. પુરુષને સેક્સની ઇચ્છા કોઇપણ ઉંમરે થતી જ રહેતી હોય છે. તેને અને ઉંમરને કોઇ સંબંધ નથી હોતો. પણ તમારો પ્રશ્ન એ છે કે થાક, વધારે પડતો કામનો ભાર, પતિનો સ્વભાવ, તમારી ઉંમર અને તેમના વધારે પડતાં વજનને કારણે તમને સેક્સમાંથી રુચિ ઓછી થઇ ગઇ છે અને એ સ્વાભાવિક છે. આમાં તમારો વાંક નથી. તમે તમારા પતિને વજન ઉતારવા માટે જણાવો, હવે તો કસરતથી વજન ન ઘટતું હોય તો એ માટેની સર્જરી પણ થાય છે. એકવાર વજન ઘટશે તો તમારા ઘણાંખરા પ્રશ્નો અને પતિની શારીરિક તકલીફો પણ દૂર થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *