પ્રેમી મહિલાને હોટલમાં એકલી મૂકીને જતો રહ્યો, રડતાં રડતાં કહ્યું- ‘મારે મારા પતિ અને બાળકો પાસે જવું છે’

GUJARAT

વેરાવળમાં એક યુવાન મહિલાએ પતિને છોડીને પ્રેમી સાથે લગ્ન કરવાનું મન બનાવી તેની સાથે ગયા બાદ પ્રેમી તેની પ્રેમિકાને હોટેલમાં છોડી ચાલ્યો જતા મહિલાને તેનો પતિ અને બાળકો યાદ આવ્યા હતા અને મહિલાએ 181 અભયમ ટીમને વેરાવળ તાલુકાની એક હોટેલમાંથી ગભરાયેલા અવાજમાં ફોન કરી જણાવ્યું હતું કે મારો પ્રેમી મને લગ્નની લાલચ આપી હોટેલમાં મૂકીને જતો રહ્યો છે હવે મારે મારા પતિ અને બાળકો પાસે જવું છે. તેથી તમે લોકો અહીં આવી મને અહીંથી લઈ જાઓ. અભયમ ટીમની મદદથી પતિએ પત્નીની ભૂલ માફ કરી અને ફરી તેને ઘરમાં સ્થાન આપ્યું હતું.

વેરાવળની હોટલમાંથી મહિલાનો ફોન આવતાં 181 ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાને પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, મારા પ્રેમીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેણે મારા પૈસા માટે લગ્નની લાલચ આપી તેમજ મારા પતિથી મારા બાળકથી અલગ કરી અહીં લઈ આવ્યો હતો. જ્યારે મારી બેગમાંથી પૈસા અને દાગીના લઈ લગ્ન કરવાને બદલે મને અહીં એકલી મૂકી ગાયબ થઈ ગયો છે. મહિલાની બેગમાંથી પૈસા અને દાગીના લઈને પ્રેમી ગાયબ થઈ જતાં મહિલાને પોતાની ભૂલ સમજાઈ અને પતિને આ લાલચુ માણસ માટે મુકી દીધાનો અફસોસ થયો હતો.

મહિલાઓ 181ની ટીમને જણાવ્યું હતું કે, મારે મારા પતિ અને બાળક પાસે જવું છે તમે મારા પતિને સમજાવો. 181 અભયમ ટીમ મહિલાને પોલીસ સ્ટેશને લઈ જઈ ત્યાં તેના પતિને બોલાવી અને પતિને સમજાવી માણસ માત્ર ભૂલને પાત્ર હોય તેમજ મહિલાની ઉંમર હજુ નાની છે. તેથી સમજણ શક્તિના અભાવે ભ્રમિત થઈ હોવાનું જણાવી માફ કરવા કહ્યું હતું કે, જ્યારે પતિએ પણ મોટું મન રાખીને પત્નીને માફ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *