પ્રેમીએ લગ્નની લાલચ આપીને માણ્યું શરીર સુખ, 15 વર્ષની સગીરા 3 મહિનાથી પ્રેગ્નેન્ટ

GUJARAT

સુરતના લિંબાયત વિસ્તારમાં 15 વર્ષય કિશોરીને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કિશોરીની તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને 3 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા તેના પરિવારને ધ્રાસકો પડ્યો હતો. હાલ લીંબાયત પોલીસે નરાધમ આરોપી અને કિશોરીના પરિવારને ધમકી આપનાર પ્રેમીના પિતાની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા આંબેડકર નગર નજીક એક શ્રમિક પરિવાર રહે છે. જેમની 15 વર્ષની એક પુત્રીને નજીકમાં જ રહેતા અમન અન્સારી નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી.

આટલું જ નહીં, અમન અન્સારીએ મીઠી-મીઠી વાતો કરીને સગીરાને ભોળવીને તેના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. અમન અન્સારીએ લગ્ન કરવાના હોવાથી શારીરિક સબંધ અંગે કોઈને જાણ ના કરવાનું કહ્યું હતું.

જો કે આ સમગ્ર પ્રેમલીલાનો ભાંડો ત્યારે ફૂટ્યો, જ્યારે કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો. જેથી તેની માતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી, જ્યાં ડોક્ટરે તપાસીને સગીરાને 3 મહિનાનો ગર્ભ હોવાની વાત કરતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

માતાએ સગીને આ વિશે પૂથતાં તેણે નજીકમાં રહેતા અમન અન્સારીએ તેને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યાનું જણાવ્યું હતું. જે બાદ સગીરાના પિતા આરોપી અમનના ઘરે ગયા હતા, જ્યાં અમનના પિતાએ કિશોરીના પિતાને ગંદી ગાળો આપી અને માર મારવાની ધમકી આપી હતી. તેમણે જણાવ્યું કે, તેના રાજકીય પક્ષ સાથે સબંધ છે અને પોલીસ પણ તેનું કોઈ કંઈ નહીં બગાડી શકે તેવી ધમકી આપી હતી.

આખરે સગીરાના પિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રેમી અમન અન્સારી વિરુદ્ધ દુષ્કર્મ, પોસ્કો અને તેના પિતા વિરુદ્ધ જાનથી મારી નાંખવાની ધમકીનો ગુનો નોંધીને પિતા-પુત્રની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published.