પ્રેગ્નન્સી પછી મારુ વજન અચાનક વધી ગયું,જેના લીધે મને શરમ આવે છે પતિ જોડ સમાગમ કરતા

GUJARAT

પ્રશ્ન : હું 28 વર્ષનો યુવક છું. મારા હજી છ મહિના પહેલાં લગ્ન થયાં છે. મારી સમસ્યા એ છે કે મારી પત્ની હંમેશાં તેની બહેનપણીઓથી ઘેરાયેલી હોય છે. તે તેમની સાથે બહાર ગઇ હોય છે અથવા તો ઘરમાં પાર્ટી કરતી હોય છે. હું કંઇક કહું તો દલીલ કરે છે કે તેના માટે આ ‘મી ટાઇમ’ બહુ જરૂરી છે. તે કોઇ વાત સમજવા જ તૈયાર નથી. મારે શું કરવું? એક પુરુષ (સુરત)

ઉત્તર : આજની હેક્ટિક અને સ્ટ્રેસફુલ લાઇફમાં મહિલાઓમાં મિત્રો સાથે વધારેમાં વધારે સમય વિતાવી રિલેક્સ થવાનો ટ્રેન્ડ લોકપ્રિય બન્યો છે. જોકે કિટી, શોપિંગ, પાર્ટી પાછળ સતત દોડવાને કારણે બહેનપણીઓનો તમારા જીવન પર પ્રભાવ વધે છે. પહેલાં શોપિંગ કે આઉટિંગ માટે મહિલાઓને પતિ ઘરે પરત ફરે ત્યાં સુધી રાહ જોવી પડતી.

જોકે હવે મનફાવે ત્યારે તેઓ બહેનપણીઓ સાથે નીકળી પડે એટલી સ્વતંત્રતા છે. ઘરકામમાંથી બ્રેક લેવા અને જીવનમાંથી કંટાળો દૂર કરવા કિટી પાર્ટી અને પિકનિક જેવી પ્રવૃત્તિઓ મહિલાઓ માટે અનિવાર્ય છે. જોકે આ ‘મી ટાઇમ’ હેલ્ધી છે કે સમયનો વેડફાટ એ ખાસ તપાસવું જોઇએ. સતત શોપિંગ અને કિટી પાર્ટી એક પ્રકારનો નશો છે. એનાથી શરીરમાં ડોપામિન નામનું રસાયણ ઉત્પન્ન થાય છે. એમાં એક વાર તમને જેમાં આનંદ મળે એ વારંવાર કરવાનું મન થયા કરે. ફ્રેન્ડ્સને મળવાની તલપ લાગે છે.

જરૂરિયાત વગરની ચીજવસ્તુઓ ખરીદવા મંડો છો. આગળ જતાં રાતની ઊંઘમાં ખલેલ પડે છે. આ પ્રકારના માહોલમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને છે.આ સંજોગોમાં ક્રમશ: પર્સનલ​ રિલેશનશિપમાં ડિસ્ટન્સ વધે છે અને લગ્નજીવનમાં સમસ્યા ઉભી થાય છે. આવું ન થાય એ માટે દરેક મહિલાએ પોતાની બોર્ડર જાતે નક્કી કરવી જોઈએ.

તમારા કિસ્સાની વાત કરીએ તો તમે તમારી વાત પત્નીની અવગણના કરવાને બદલે એને પ્રેમથી સમજાવો. જો તમને એમ લાગે કે તમારી પત્ની તમારી વાત સમજવા તૈયાર નથી ત્યારે બળને બદલે કળથી કામ લો. તેને વારંવાર બહાર લઇ જાઓ. શક્ય હોય તો તેના અથવા તમારા પરિવારજનોને થોડા સમય માટે ઘરે રહેવા માટે બોલાવી લો. તમે પત્નીને વ્યસ્ત રાખશો તો તેને બહેનપણીઓ સાથે વધારે પડતો સમય ગાળવાની તક જ નહીં મળે અને તેની આ આદત ધીરે ધીરે ઓછી થવા લાગશે.

સવાલ:પ્રેગ્નન્સી પછી મારું અચાનક વજન વધી ગયું છે. હવે સેક્સ દરમિયાન મને ખૂબ જ શરમ આવે છે અને ડર લાગે છે કે મારા પતિની રુચિ ઘટી જશે. શું આવું થઈ શકે?

તમારી જેમ, ઘણી સ્ત્રીઓને લાગે છે કે સ્થૂળતા તેમના જાતીય જીવનમાં તિરાડ લાવી શકે છે, જ્યારે એવું બિલકુલ નથી. મહિલાઓની જેમ પુરૂષો પણ તેમના પાર્ટનરની કોઈ એક સ્ટાઈલ પર અટકતા નથી, તેઓ તમામ ગુણોનું મૂલ્યાંકન કર્યા પછી જ તેમના લેડી લવને પસંદ કરે છે. તેમના માટે તમારી વધતી સ્થૂળતા કે આકારહીન શરીરથી કોઈ ફરક પડતો નથી. જો તમને ખાતરી ન હોય, તો તમારા જીવનસાથી સાથે આ વિષય પર ખુલીને વાત કરો.

Leave a Reply

Your email address will not be published.