પોર્નોગ્રાફી રેકેટ કેસમાં શિલ્પાના પતિ સામે વધુ એક FIR

BOLLYWOOD

એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી) એ બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. ગયા વર્ષે મુંબઇમાં ચર્ચાનો વિષય બનેલા પોર્ન રેકેટ કેસમાં હવે મની લોન્ડ્રિંગની તપાસ ઇડીએ શરૂ કરી દીધી છે. ઇડીના સૂત્રોએ કહ્યું કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની વિરૂદ્ધ ઇડીએ મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઇએ કે 2021ની સાલમાં રાજ કુંદ્રાની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે ધરપકડ કરી હતી. રાજ કુંદ્રાની વિરૂદ્ધ આરોપ છે કે ફેબ્રુઆરી 2019માં કુંદ્રાએ આર્મ્સ પ્રાઇમ મીડિયા લિમિટેડ નામની એક કંપની બનાવી હતી અને હોટશોટ્સ નામની એપને ડેવલપ કરી. આ હોટશોટ્સ એપને રાજ કુંદ્રાએ યુકે બેઝડ ફર્મ કેનરિલ નામની કંપનીને 25 હજાર ડોલરમાં વેચી દીધી હતી. આ કંપનીના સીઇઓ પ્રદીપ બખ્શી છે જે રાજ કુંદ્રાના જીજાજી છે.

રાજ કુંદ્રાની વિરૂદ્ધ ઇડીએ કેસ નોંધ્યો

તપાસમાં એ પણ ખબર પડી હતી કે આ હોટશોટ્સ એપના મેન્ટેનન્સ માટે કેનરિન નામની કંપનીએ કુંદ્રાની કંપની વિહાને ટાઇ અપ કર્યું હતું અને આ મેન્ટેનન્સ માટે પૈસાનું ટ્રાન્ઝેકશન વિહાન કંપનીના બેન્ક એકાઉન્ટમાં દેખાડી હતી. મુંબઇ પોલીસના મતે આ એક એપ્લીકેશન પોર્ન કંટેંટને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ એપ્લીકેશનની પાછળ રાજ કુંદ્રા હતા અને તેમણે પોતાના બિઝનેસને આગળ વધારવામાટે પ્લાન B પણ તૈયાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.