પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને PMO થયું સક્રિય, હાઈ લેવલની મીટિંગ શરૂ

Uncategorized

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે ત્યારે પીએમ મોદીએ તેલ કંપનીઓના સીએમઓ સાથે હાઈ લેવલની મીટિંગ શરૂ કરી છે. શક્ય છે આ મીટિંગમાં કોઈ યોગ્ય સમાધાન આવશે.

PM સાથે તેલ કંપનીના CEOની રાઉન્ડટેબલ મીટિંગ

આ બેઠકમાં પીએમ મોદીની સાથે રાઉન્ડટેબલ મીટંગમાં દરેક ઓઈલ અને એનર્જી કંપનીના સીઈઓને બોલવા માટે 3 મિનિટનો સમય આપવામાં આવશે. આ પછી પીએમ પોતાના વિચાર રજૂ કરશે.

આ કંપનીના CEO થયા સામેલ

આ બેઠકમાં રશિયાની રોજનેફ્ટના ચેરમેન અને સીઈઓ ડો. આઈગોર સેચિન, સઉદી અરબની સઉદી અરામકોના પ્રેસિડન્ટ અને સીઈઓ અમીન નાસિર, બ્રિટનની બ્રિટિશ પેટ્રોલિયમના સીઈઓ બર્નાર્ડ લૂની, અમેરિકાની શ્લમબર્જર લિમિટેડના સીઈઓ ઓલિવર લી પેચ, યૂઓપીની હેનીવેલના પ્રેસિજન્ટ અને સીઈઓ બ્રાયન ગ્લોવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન એમડી મુકેશ અંબાણી અને વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ અન્ય લોકો સાથે હાજર રહ્યા હતા.

નક્કી થઈ શકે છે કિંમતની લિમિટ

શક્યતા જોવા મળી રહી છે કે તેલની કિંમતો પર કૅપ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવે. સાથે સરકાર એ વાતનું પણ ધ્યાન રાખશે કે પ્રાઈસ ઈન્ડેક્સના આધારે તેલની કિંમતની ખરીદી કરી શકાય છે. કિંમતમાં વધારે ઉતાર ચઢાવ હોય તો ભારતના અન્ય સ્ત્રોતથી તેલની આયાત કરી શકાય. કિંમતમાં અસ્થિરતા લાંબા સમય સુધી રહેશે નહીં, જલ્દી સામાન્ય બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *