PM મોદી સિવાય કેન્દ્રીય મંત્રીએ પણ પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં કર્યું છે રોકાણ, FD કરતાં વધુ મળે છે રિટર્ન

nation

પોસ્ટ ઑફિસની સ્કીમ દેશના સામાન્ય નાગરિકોની આવકને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવી છે. જો કે તેમા દેશના કેટલાક ખાસ લોકોએ પણ રોકાણ કર્યું છે. દેશના વડાપ્રધાને પણ પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં રોકાણ કરીને રાખ્યું છે. જેનું નામ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) છે. જ્યારે આ સ્કીમમાં અપના દળના ચીફ અને કેન્દ્રીય મંત્રી તેમજ મિર્જાપુરના સાંસદ અનુપ્રિયા પટેલે પણ રોકાણ કર્યું છે.

PM મોદીએ પોસ્ટ ઑફિસની NSCમાં 8 લાખથી વધુ રૂપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે અનુપ્રિયા પટેલે આ યોજનામાં 1.59 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ વાતની જાણકારી તેમના 2019ના ચૂંટણી સોગંધનામા દ્વારા જાણવા મળી છે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટની ખાસિયતની વાત કરીએ તો, તેમાં ફિક્સ ડિપોઝિટ કરતાં વધુ વ્યાજ મળે છે. જો તમે પણ PM મોદી અને અનુપ્રિયા પટેલની જેમ સુરક્ષિત અને ગેરન્ટી રિટર્નવાળી સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો પહેલા આ યોજના વિશે તમામ માહિતી મેળવી લો.

શું છે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)?
NSC ભારત સરકારની એક ગેરન્ટીડ ઈન્કમ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. જેને તમે કોઈ પણ પોસ્ટ ઑફિસની બ્રાન્ચમાં ખોલી શકો છે. આ એક સેવિંગ બૉન્ડ છે, જે ગ્રાહકોને મુખ્યત્વે નાના કે મધ્યમ આવક ધરાવતા રોકાણકારોને ટેક્સ સેવ કરવા માટે રોકાણને પ્રોત્સાહિત કરે છે.

પબ્લિક પ્રોવિડન્ડ ફંડ અને પોસ્ટ ઑફિસ ફિક્સ ડિપોઝિટ જેવી સ્કીમની જેમ આ પણ એક ગેરન્ટીડ અને લો રિસ્ક સ્કીમ છે. જેને તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસથી તમારા નામથી સગીર માટે અથવા કોઈ અન્ય પુખ્ય વયના વ્યક્તિ સાથે જોઈન્ટ એકાઉન્ટમાં પણ ખોલાવી શકો છે.

NSC 5 વર્ષની નિશ્ચિત મેચ્યોરિટી મુદ્દત સાથે આવે છે. NSCની ખરીદી પર કોઈ વધારાની સીમા નથી, પરંતુ માત્ર 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણથી તમને ઈન્કમટેક્સ એક્ટની કલમ 80સી અંતર્ગત ટેક્સમાં છૂટ મળી શકે છે. NSCમાં તમને વાર્ષિક 6.8 ટકા રિટર્ન મળી રહ્યું છે.

કોણ કરી શકે છે NSCમાં રોકાણ?
NSCમાં એવી કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે, જે ટેક્સ સેવિંગની સાથે બચત પણ કરવા માંગે છે. NSC ગેરન્ટીડ વ્યાજ અને મૂડીની સુરક્ષા પૂરી પાડે છે. સરકારે NSCને દેશભરમાં આવેલી પોસ્ટ ઑફિસની બ્રાન્ચોમાં ઉપલબ્ધ કરાવીને સંભાવિત રોકાણકારોને સુવિધા બનાવી દીધી છે. આ યોજનામાં હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF) અને ટ્રસ્ટ રોકાણ નથી કરી શકતા. આ સિવાય NRI પણ NSCમાં રૂપિયા નથી લગાવી શકતા. આ યોજના માત્ર ભારતીય નાગરિકો માટે જ છે.

આ યોજનાની ખાસિયત અને લાભ?
નિશ્ચિત આવક: વર્તમાનમાં આ યોજના રોકાણકારોને 6.8 ટકાના દરે ગેરન્ટીડ રિટર્ન આપી રહી છે. NSC દ્વારા આપવામાં આવનાર રિટર્ન સામાન્ય રીતે FD કરતાં વધુ રહ્યું છે.

ટેક્સની બચત: સરકાર સમર્થિત ટેક્સ સેવિંગ સ્કીમના રૂપમાં તમે ઈન્કમટેક્સ એક્ટ-1961ની કલમ 80Cની જોગવાઈ અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકો છે.

નાની રકમથી શરૂઆત: શરૂઆતમાં રોકાણ રૂપે તમે 1 હજાર રૂપિયા (અથવા 100 રૂપિયાના ગુણાંક) જેટલી ઓછી રકમ રોકાણ કરી શકો છો પછી જ્યારે લાગે, ત્યારે રકમ વધારી શકો છો.

વ્યાજ દર: વર્તમાનમાં વ્યાજ દર 6.8 ટકા પ્રતિવર્ષ છે. જેના પર સરકાર દર 3 મહિને મોનિટાઈઝ કરે છે. જે વાર્ષિક કમ્પાઉન્ડિંગ હોય છે, પરંતુ પાકતી મુદ્દતે આપવામાં આવે છે. પાકતી મુદ્દત 5 વર્ષની છે.

એક્સેસ: તમે આ યોજનાને કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જરૂરી ડૉક્યુમેન્ટ જમા કરાવીને અને KYCની પ્રોસેસ બાદ લાભ લઈ શકો છો. આ સાથે જ સર્ટિફિકેટને એક પોસ્ટ ઓફિસથી બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવી પણ સરળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *