PM મોદીનો આ ‘મંત્ર’નાં કારણે દુનિયાભરમાં વાગી રહ્યો છે ડંકો, વિરોધીઓ સામે રાખે છે અપરાજિત

nation

વિશાળ માનવમેદની, ઉત્સાહથી તરબતર કાર્યકર્તા અને મોદી મોદીનાં નારા, કંઇક આવો નજારો 16 સપ્ટેમ્બર 2013થી લઇને અત્યાર સુધી ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા 6 વર્ષોમાં પીએમ નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર વારાણસી હોય કે અમેરિકાનું મેડિસન સ્ક્વેયર, દરેક જગ્યાએ ‘બ્રાન્ડ મોદી’ની ગૂંજ સંભળાઇ રહી છે. એટલા સુધી કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ જલદી ‘હાઉડી મોદી’ કહેતા જોવા મળશે. આવો જાણીએ કેવી રીતે દુનિયાનાં સૌથી મોટા લોકતંત્ર ભારતનાં ‘પ્રધાન સેવક’ આજે પણ અપરાજય છે.

PCCનાં કારણે પીએમ મોદી રહે છે અપરાજિત

અમદાવાદની જાણીતી મુદ્રા ઇન્સ્ટીટ્યૂટ ઑફ કૉમ્યૂનિકેશનમાં રજૂ કરવામાં આવેલા એક રિસર્ચ પેપર પ્રમાણે મોદીની સફળતાની પાછળ PCC છે. PCC એટલે કે પરસેપ્શન, કૉમ્યૂનિકેશન અને કનેક્શન. રિસર્સ પેપરમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીમાં એવી વિલક્ષણ વાતો છે જે તેમને તેમના વિરોધીઓ સામે અપરાજિત બનાવે છે. આમાં સૌથી પહેલા આવે છે ‘પરસેપ્શન એટલે કે ધારણા.’

લોકોની સાથેનું ‘કનેક્શન’ પીએમ મોદીને અપાવે છે સફળતા

પીએમ મોદી પર લોકોને ઘણો ભરોસો છે. આ જ કારણે પ્રધાનમંત્રી મોદી મતદાતાઓની ભાષામાં તેમની સાથે સીધો સંવાદ કરે છે અને લોકોની સાથે તેમનું આ ‘કનેક્શન’ જ તેમને સફળતા અપાવે છે. માર્કેટિંગનાં નિષ્ણાત ફિલિપ કોટલરનું માનવું છે કે બ્રાન્ડિંગ કોઇ પણ પ્રોડક્ટને બ્રાન્ડની તાકાત બનાવે છે, જેમાં નામ, ડિઝાઇન અથવા વિશિષ્ઠ વિશેષતા આપવાનું છે જે તેને બીજાઓથી અલગ કરે છે. મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉમ્યૂનિકેશની પ્રોફેસર વર્ષા જૈન અને ગણેશ બીઈએ પોતાના રિસર્ચ પેપરમાં કહ્યું છે કે રાજકીય ક્ષેત્રમાં પણ બ્રાન્ડિંગનાં કેટલાક સિદ્ધાંત નેતાઓ અને રાજકીય દળો પર લાગૂ હોય છે. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા દ્વારા જનતાની સાથે નેતાઓનો સીધો સંવાદ સમગ્ર દુનિયામાં થઇ રહ્યો છે અને આ ઘણું મહત્વપૂર્ણ છે. જો કે રાજકીય માર્કેટિંગનું આ ભારતીય મૉડલ પશ્ચિમી દુનિયાથી અલગ છે.

પશ્ચિમી દેશો પણ પીએમ મોદીની રાજકીય છબિ જાણવા ઉત્સુક

પ્રોફેસર વર્ષા જૈને કહ્યું કે, “અમેરિકા અને યૂરોપીય દેશોમાં રિસર્ચ એ પર થયા કે કેવી રીતે રાજનેતાઓ સંવાદ કરે છે અને કેવી રીતે તેમની છબિ બનાવવામાં આવે છે. જો કે ભારતીય ઉપમહાદ્વીપમાં પ્રચલિત મૉડલ પર અત્યારે કંઇ ખાસ અધ્યયન નથી થયું. આવુ ત્યારે છે જ્યારે પશ્ચિમી દુનિયામાં આ જાણવા માટેની ઉત્સુક્તા છે કે મોદીની રાજકીય છબિ શું છે.” પોતાના રિસર્ચ પેપરમાં બંને લેખકોએ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ એફડી રૂઝવેલ્ટનું ઉદાહરણ આપ્યું છે, જેમણે કૉમ્યૂનિકેશનનો ઉપયોગ કરીને મતદાતાઓનાં મુદ્દાઓને પ્રાથમિકતા આપી અને તેમનો ભરોસો જીત્યો.

2014ની ચૂંટણીનાં આ હતા મજબૂત પાસાં

લેખકોએ પશ્ચિમ જર્મનીની મહિલા ચાન્સેલર કોનરાડ અડેનયૂરનું પણ ઉદાહરણ આપ્યું છે. બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિ બાદ કોનરાડ સરળતાથી લોકો સાથે જોડાઇ ગયા હતા. પ્રોફેસર વર્ષા જૈને કહ્યું કે, “આપણે નેતૃત્વનાં ભારતીય મોડલને પશ્ચિમી દુનિયાથી તુલના કરીએ તો ભારતનાં લોકો પોતાના નેતા સાથે પર્સનલ કનેક્ટ ઇચ્છે છે. જો કોઇ 2014નાં પીએમ મોદીનાં ચૂંટણી પ્રચારનું વિશ્લેષણ કરે તો સોશિયલ મીડિયાએ તેમની ઘણી જ મદદ કરી. મોદીએ સતત ઘણી રેલીઓને સંબોધિત કરી અને વર્ચુઅલ મીટિંગ દ્વારા મતદાતાઓ સાથે સંવાદ કર્યો. એટલા સુધી કે મોદી કુર્તાએ તેમને વોટરો સાથે જોડવામાં મદદ કરી.”

16 સપ્ટેમ્બર 2013થી પાછળ ફરીને જોયું નથી

ઉલ્લેખનીય છે કે 16 સપ્ટેમ્બર 2013નાં પીએમ મોદીએ પ્રધાનમંત્રી પદ માટે બીજેપીનાં ઉમેદવાર પસંદ થયા બાદ હરિયાણાનાં રેવાડીમાં પોતાની પહેલી રેલી સંબોધિત કરી હતી. મોદી અહીં પૂર્વ સૈન્ય કર્મચારીઓની એક રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતા. અહીં મોદી જેવા ભાષણ આપવા માટે ઉભા થયા તો લગભગ દોઢ લાખ લોકોએ તાળીઓનો જોરદાર ગડગડાટ કરીને તેમનું સ્વાગત કર્યું હતુ. ત્યારબાદ પીએમ મોદીએ પાછળ ફરીને નથી જોયું અને વર્ષ 2019માં બીજી વાર શાનદાર બહુમતીથી દેશનાં પ્રધાનમંત્રી બન્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *