PM મોદીના કારણે ખાણી-પીણીની આ વસ્તુઓ ચર્ચામાં આવી, જાણો

kitchen tips

ખાણીપીણીને લઇને આપણે ઘણી વખત વિચારીએ છીએ કે શુ ખાવું અને શુ ન ખાવું. ખાણી પીણીની તે વસ્તુઓ જે તમે બનાવો છો તે અંગે આપને PM મોદીના જન્મદિવસે કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવીશું જે પીએમ મોદીના કારણે ચર્ચામાં આવી છે.

મશરૂમ

ગુજરાતની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે પીએમે મોદી પર 80 હજાર રૂપિયા પ્રતિ પીસ મશરૂમ ખાવાનો આરોપ લગાવ્યો હતો. અલ્પેશ ઠાકોર અનુસાર મોદી રોજ 80 હજાર કિંમત વાળા 5 મશરૂમ ખાય છે. પરંતુ હકીકત એ છે કે મોદી જે પ્રજાતિના મશરૂમ ખાવાનું પસંદ કરે છે તે હિમાલયના પહાડો પર મળે છે. તેને ‘ગુચ્છી’ની નામથી ઓળખવામાં આવે છે. તેનું વેચાણ તેને સુકાવ્યા બાદ જ શરૂ થાય છે. આમ તો આ મશરૂમ 10000 રૂપિયે કિલો પણ મળી જાય છે પરંતુ તેની ઉપજ ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. જેની તેની કિંમત 30,000 રૂપિયે પ્રતિ કિલો પણ પહોંચી જાય છે. દેશમાં મશરૂમની આટલી ચર્ચા માત્ર પીએમ મોદીના કારણે થઇ હતી.

પકોડા

ભારતમાં પકોડાને લઇને પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. પકોડાને લઇને પીએમ મોદીએ એક નિવેદન આપ્યું હતું. જેમા તેમણે કહ્યું હતું કે પકોડા વેંચવા પણ એક રોજગાર છે. પીએમના આ નિવેદન બાદ વિપક્ષી દળોએ દરેક જગ્યાએ પકોડા તળીને આ નિવેદનનો વિરોધ કર્યો હતો. જણાવી દઇએ કે પકોડા એક એવો ફ્રાઇડ સ્નેક્સ છે જે ભારત જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં પણ પ્રખ્યાત છે. તેને મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પકોડા નહીં પરંતુ ભાજી કહેવામાં આવે છે. પકોડા બ્રિટેનમાં ખાસ કરીને સ્કૉટલેન્ડમાં પણ ખૂબ પ્રખ્યાત છે. જ્યાં તેને દહીંની ગ્રેવી સાથે ખાવામાં આવે છે.

ખીચડી

ખીચડી ખાવાથી લોકો પહેલા દૂર ભાગતા હતા. પરંતુ આ ખીચડીને પીએમ મોદીએ એક અભિયાન હેઠળ આખા વિશ્વમાં ઓળખ અપાવી. તેને Global Food Expo દ્વારા આયોજિત ‘World Food India 2017’માં ભારત તરફથી સુપર ફૂડ તરીકે જાહેર કરવામાં આવી. તે ન માત્ર ભારતનુ સુપર ફૂડ બન્યું પરંતુ સૌથી વધારે પ્રમાણમાં ખીચડી બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ થયો. ખીચડી માત્ર ભારત જ નહીં પરંતુ ચીનને છોડીને દેશની સીમાથી નજીક દેશોમાં પણ પ્રખ્યાત છે.

ચા

મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ મોદી બાળપણમાં ગુજરાતના વડનગરના રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ચા વેચતા હતા. લોકસભા ચૂંટણી 2014માં તેમણે દરેક રેલીમાં પોતાને ચા વેંચનારા કહ્યું હતું. જ્યારે રેલી થાય ત્યારે તેમણે ચાના વખાણ કર્યા. જોકે, ચાની શોધનો શ્રેય 16મી સદીમાં પુર્તગાલી અને ચીની વેપારીઓને જાય છે. બ્રિટિશર્સ દ્વારા જ ભારતને ચાની ઉત્પતિ અને તેનું સેવન અંગે ખબર પડી. ચાની આટલી ચર્ચા ગત વર્ષોમાં એટલે કે પીએમ મોદીના આવ્યા બાદ જેટલી થઇ એટલી પહેલા ક્યારેય ન હતી. જોકે, ભારતમાં અસમમાં સૌથી પહેલા 1806માં ચાની ઉત્પતિ થઇ. ભારતમાં અસમની ચા અને પશ્ચિમ બંગાળના દાર્જલિંગની ચા ખૂબ પ્રખ્યાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *