પ્લેટલેટ્સ વધારવાના ઉપાયો: ડેન્ગ્યુના વધતા ખતરા વચ્ચે આ વસ્તુઓને સામેલ કરો તમારી ડાયેટમાં

helth tips

ચોમાસામાં ઠેર-ઠેર પાણી ભરાઈ જાય છે અને એમાં થતા મચ્છરને કારણે આવે દેશમાં ડેન્ગ્યુનો ખતરો પણ વધી રહ્યો છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો તેના શિકાર બની રહ્યા છે. ડેન્ગ્યુને હાડકાતોડ તાવ પણ કહેવાય છે. કારણ કે જ્યારે તમને ડેન્ગ્યુ હોય ત્યારે તમારું આખું શરીર દુઃખે છે. જ્યારે ડેન્ગ્યુ થાય છે, ત્યારે પ્લેટલેટ્સ ઘટવા લાગે છે.

નિષ્ણાતોના મતે શરીરમાં ઓછામાં ઓછા 1.5 લાખ પ્લેટલેટ્સ હોવા જરૂરી છે. જો પ્લેટલેટ્સ 1 લાખથી ઘટી જાય તો જીવ પર ખતરો બની જાય છે. આવી સ્થિતિમાં કેટલાક એવા ફળો છે જેનું સેવન કરવાથી તમે તમારા પ્લેટલેટ્સ વધારી શકો છો. ચાલો જાણીએ –

નાળિયેર પાણી – ડેન્ગ્યુ તમારા શરીરમાં પાણીની અછત વધારે છે, જ્યારે નાળિયેર પાણીથી શરીરમાં પાણીની કમી નથી થતી. આથી નાળિયેર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. નારિયેળ પાણીમાં જરૂરી પોષક તત્વો પણ હોય છે જેથી તમને નબળાઇ નથી લાગતી. દિવસમાં એક નારિયેળનું પાણી જરૂરી પીવું જોઈએ.

બકરીનું દૂધ – ડેન્ગ્યુની સારવારમાં મુખ્યત્વે બકરીનું દૂધ પીવાની ભલામણ કરવામાં આવે છે. જોકે, બકરીનું દૂધ તરત જ પી લેવું જોઈએ. તે લાંબા સમય સુધી રાખવામાં આવતું નથી. બકરીનું દૂધ પ્લેટલેટ વધારવામાં ઘણી મદદ કરે છે અને તે શરીરને તાકાત પણ આપે છે.

દાડમ – દાડમ આયર્ન વધારવાનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. શરીરમાં લોહીની ઉણપ હોય તો દાડમનો રસ પીવો જોઈએ. એટલું જ નહીં, અપચાની સમસ્યા હોય તો પણ તેનું સેવન કરી શકાય છે. ડેન્ગ્યુ થાય ત્યારે દાડમનું સેવન કરો, પણ બહારનો જ્યુસ પીવાથી બચો.

પપૈયું – પપૈયામાં હાજર પોષક તત્વો પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. ડેન્ગ્યુ થાય ત્યારે ડોક્ટર કાચા પપૈયાનું સેવન કરવાની ભલામણ કરે છે. તમે તેનો રસ પણ પી શકો છો, પરંતુ રસ ઘરે જ કાઢો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *