પિતાએ મોબાઈલ લઈ લેતાં 16 વર્ષની પુત્રીનો આપઘાત

Uncategorized

સુરતના વેડ રોડ વિસ્તારમાં પિતાએ મોબાઈલ લઈ લેતા, પુત્રીને એટલું માઠું લાગ્યું કે, તેણે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધુ. આ ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા રિક્ષા ચાલકની 16 વર્ષની એકની એક ખુશ્બુ ઉપાધ્યાયે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.

આ આપઘાત પાછળ મોબાઈલ ફોન કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. હકીકતમાં ખુશ્બુના પિતાએ તેની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો અને તે પરત આપતા નહતા. જેના કારણે માઠુ લાગતા પુત્રીએ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

ધોરણ 11માં ભણતી ખુશ્બુને પંખે લટકતી જોતા તેનો પરિવાર તાત્કાલિક તેને સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ફરજ પરતના તબીબે તેને મૃત જાહેર કરી છે. હાલ તો ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *