પિતાએ ‘વર’ શોધવા ફોટો મોકલ્યો, દીકરીએ કર્યું આવું કારનામું!

GUJARAT

સોશિયલ મીડિયા પર એક પિતા અને ફિનટેકની સહ-સંસ્થાપક દીકરીના લગ્નના સંબંધને લઇ વાતચીત સોશિયલ મીડિયા વાયરલ થઇ ગઇ છે. સોમવાર સવાર સુધીમાં પોસ્ટને 12,000થી વધુ લાઈક્સ અને 921 રીટ્વીટ મળ્યા છે. આ વાતચીતનો સ્ક્રીન શોટ પુત્રીએ શેર કર્યો હતો.

બેંગ્લોર સ્થિત સાલ્ટના સહ-સ્થાપક ઉદિતા પોલને તેના પિતાએ લગ્ન માટે સંબંધ મોકલ્યો હતો. પરંપરાગત રીતે જવાબ આપવાને બદલે ઉદિતા સંભવિત વરને તેની કંપનીમાં રાખવા માંગે છે. તેણે તે વ્યક્તિને તેની પ્રોફાઇલ અને લિંક પણ મોકલવા કહ્યું હતું. ઉદિતાએ ‘સંભવિત વર સાથે પ્રયોગ’ કર્યા બાદ તેના પિતા સાથેની વાતચીત શેર કરી હતી.

વાયરલ પોસ્ટમાં પિતા-પુત્રીની વાતચીત આ રીતે છે-

ઉદિતાના પિતા, ‘આપણે વાત કરી શકીએ છીએ? જરૂરી છે. તમે જાણો છો કે તમે શું કર્યું? તમે મેટ્રિમોનિયલ સાઇટ્સ પરથી લોકોને હાયર કરી શકતા નથી. હવે હું તેના પિતાને શું જવાબ આપું? મેં તમારો મેસેજ જોયો જેમાં તમે ઇન્ટરવ્યુની લિંક અને રિઝ્યૂમ મોકલવાનું કહ્યું છે. રિપ્લાય યુ ક્રેઝી ગર્લ.

ઉદિતાનો જવાબ: ‘ફિનટેકનો 7 વર્ષનો અનુભવ શાનદાર રહ્યો છે. અમે હાયરિંગ કરી રહ્યા છીએ. મને માફ કરજો.

Leave a Reply

Your email address will not be published.