પીપળાના પાનનો આ ઉપાય પણ બનાવે છે આર્થિક રીતે સદ્ધર

DHARMIK

ઘણાં લોકો એવા હોય છે જેઓ બે પાંદડે થવા મહેનત ઘણી કરે તેમ છતાં તેમની આર્થિક સ્થિતી નબળી રહે છે. જેના કારણે ઘરના સભ્યોને પણ અનેક સમસ્યાઓ સહન કરવી પડે છે. જો કોઈ વ્યક્તિ આવી સમસ્યાથી સતત ગ્રસિત રહેતી હોય તો તેમની મદદ જ્યોતિષશાસ્ત્ર કરી શકે છે. શાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાયો કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે.

કોઈપણ ગુરુવારે સવારે વહેલા ઊઠી જવું અને સ્નાનાદિ કરી પીપળાનું એક પાન તોડવું. આ પાન પર ચંદનથી ગાયત્રી મંત્ર લખી અને તેની પૂજા કરો. આ પાનને તિજોરીમાં રાખી દેવું. આ પાન કોઈ જોઈ ન શકે તેવી રીતે રાખવું.

આ પાન દર ગુરુવારે બદલવું. જ્યારે નવું પાન તિજોરીમાં રાખો ત્યારે જૂનું પાન પાણીમાં પધરાવી દેવું. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-શાંતિ વધશે તેમજ ધન સમૃદ્ધિના યોગ બને છે.

આ સિવાય અન્ય એક ઉપાય પણ અમલમાં મુકી શકાય છે. તેના માટે શુક્લ પક્ષના કોઈપણ સોમવારે સૂર્યોદય પહેલા પથારીનો ત્યાગ કરી સ્નાન કરી લેવું. ત્રાંબાના કળશમાં શુદ્ધ પાણી ભરી અને તેમાં 5 ગુલાબના ફુલ પધરાવવા. આ જળથી સૂર્ય ભગવાવને અર્ધ્ય આપો. જળ ચડાવી સૂર્ય દેવને હાથ જોડી સમસ્યામાંથી મુક્તિ માટે પ્રાર્થના કરવી. આ ઉપાય સતત 21 દિવસ કરવો. આ બંને ઉપાય શ્રદ્ધાથી કરવામાં આવે તો તેનું ફળ અચૂક મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *