પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન રહે છે. બ્રશ કરતાની સાથે જ પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા જોવા મળે છે. કેટલાકને પેઢા છોલાઈ જવાની સમસ્યા જોવા મળે છે. આ સમયે જો લોહી આવે તો કેટલાક ઘરેલૂ નુસખા તમારી મદદ કરશે.
હોઈ શકે છે આ કારણ
પેઢામાંથી લોહી નીકળવાનું કારણ પાયોરિયા પણ હોઈ શકે છે. પેઢામાંથી જિંજિવાઈટિસ કે પેઢામાં ઈન્ફ્લેમેશનના કારણે પણ લોહી આવે છે. આ એક સામાન્ય અને મધ્યમ પેઢાની બીમારી છે જે ગમલાઈન પર પ્લાક જમા થવાના કારણે જોવા મળે છે. પેઢામાં ઇન્ફ્લેમેશન એક સામાન્ય પેઢાથી સંબંધિત બીમારી છે જે ગમલાઈન પર પ્લાક જમા થવાના કારણે થાય છે. પેઢામાંથી લોહી વહે છે, તો જાણે કેટલાક ઘરેલૂ ઉપાયો અને મેળવો દર્દથી રાહત.
પેઢામાંથી લોહી આવવાની સમસ્યાને દૂર કરવાના ઉપાયો
જો તમારા પેઢામાંથી સતત લોહી નીકળે છે તો તમે નારિયેળ તેલનો ઉપયોગ કરો. નારિયેળ તેલમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીમાઈક્રોબિયલ પ્રોપર્ટી પેઢામાં થતા સોજા અને પ્લાકની સમસ્યાને ઘટાડે છે. આ માટે તમે એક મોટી ચમચી નારિયેળનું તેલ લો અને 2-5 મિનિટ સુધી મોઢામાં ફેરવો. તમને ફરક જોવા મળશે.
સારી ક્વોલિટીનું બ્રશ અને ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. ફ્લોરાઈડ યુક્ત ટૂથપેસ્ટથી બ્રશ કરવાથી મોઢામાં બેક્ટેરિયા બનતા નથી, તેનાથી દાંત અને પેઢાની સ્થિતિ સારી બની રહે છે. એક દિવસમાં 2 વાર આ ટૂથપેસ્ટથી બ્રશ કરવાથી પેઢા પર પ્લાક જમા થશે નહીં.
લવિંગ કે લવિંગનું તેલ
આ તેલ વર્ષોથી દાંત અને પેઢાની સમસ્યાને માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં ફેનોલિક કમ્પાઉન્ડ જેવા યૂઝેનોલથી તેને એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ મળે છે, જે જિંજિવાઈટિસ અને પેઢાથી લોહી આવવાની સમસ્યાને કંટ્રોલ કરે છે.
ડાયટમાં વિટામિન સી સામેલ કરો
જો તમારા પેઢામાંથી લોહી આવે છે તો ડાયટમાં વિટામિન સીથી ભરપૂર ફૂડ્સને સામેલ કરો. તેનાથી રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે. સાથે પેઢામાં થતા ઈન્ફેક્શનના કારણે નીકળતા લોહીની સમસ્યામાં રાહત મળે છે. જો તમને આ બીમારી છે તો શરીરમાં વિટામિન સીની ખામીથી બ્લિડિંગની સમસ્યા વધારે ગંભીર હોઈ શકે છે. સંતરા, ગાજર, લીંબુ, શક્કરિયા, લાલ શિમલા મરચાનું સેવન કરો.
આ રીતે કરો કોગળા
રોજ મીઠું મિક્સ કરીને હૂંફાળા પાણીથી ઓછામાં ઓછા 4 વખત કોગળા કરો. બેક્ટિરિયા અને ઇફ્લેમેશનના કારણે પેઢાની સમસ્યા થાય છે તો એવામાં મીઠાવાળું પાણી બેક્ટેરિયાને ઓછા કરે છે અને લોહી આવવાની સમસ્યાને રોકે છે. જો એક અઠવાડિયા સુધી લોહી આવવાનું બંધ થતું નથી તો દાંતના ડોક્ટરને બતાવો.