પત્ની બિલ્ડર સાથે રંગરેલિયા મનાવી રહી હતી ને પતિ જોઇ ગયો, પછી તો……

GUJARAT

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બિલ્ડરના પત્ની સાથેના આડાસંબંધની જાણ થઈ જતાં પતિએ તેના પર જીવલણે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રીક્ષા ચાલકે પત્નીને બિલ્ડર સાથે રંગેહાથ પકડી ઠપકો આપ્યો છતા સબંધો યથાવત રહેતા હુમલો કર્યો હતો. પાંડેસરામાં બિલ્ડરની ઓફિસમાં ઘૂસી ચપ્પુથી હુમલો કરનારની ધરપકડ કરવામાં આવી છે. પોતાની જીંદગી બરબાદ કરનારનું કાસળ કાઢવું હતું.

આ અંગેની વિગતો એવી છે કે, પાંડેસરામાં મિલન પોઇન્ટ પાસે આવેલી બિલ્ડરની ઓફિસમાં ઘૂસીને રીક્ષા ચાલક પતિએ બિલ્ડર અને તેના મિત્ર પર હુમલો કરી દીધો હતો. પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે. ગત બપોરે રીક્ષા ચાલક પોતાના સાગરીતો સાથે ઘૂસી આવ્યો હતો તેમજ પત્ની સાથે આડાસંબંધ રાખનાર બિલ્ડર પર હુમલો કરી દીધો હતો.

આ સમયે બિલ્ડરનો મિત્ર બચાવવા વચ્ચે પડતાં તેના પર પણ હુમલો કરી દીધો હતો. હુમલો કરનાર રીક્ષા ચાલકે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેની પત્ની સાથે બિલ્ડરને પ્રેમસંબંધ છે. બેથી ત્રણવાર રંગે હાથ પકડી પાડ્યા હતા અને ઠપકો આપ્યો હોવા છતાં તેઓ સંબંધ પૂરો કરી રહ્યા નહોતા. મારી જીદંગી ખરાબ કરી નાંખતા હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *